Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

હળવદ નજીક રેતીના ઢગલામાં છુપાવેલી બિયરની ૨૮૧ બોટલ ઝડપાઇ

સુરવદર અને ધૂળકોટ ગામ વચ્‍ચેની સીમમાંથી પોલીસે રાજસ્‍થાની શખ્‍સને ઝડપી લીધો

(દિપક જાની દ્વારા) હળવદ,તા. ૯ : હળવદ પોલીસે તાલુકાના સુરવદર અને ધૂળકોટ ગામ વચ્‍ચેની સીમમાં પેટ્રોલિંગ દરમિયાન રેતીના ઢગલામાં શંકાસ્‍પદ હિલચાલ કરી રહેલા કેહરારામ હનુમાનરામ ચૌધરી, રહે. હુડો કી ધાની શોભાલા જેતમાલ બીજરાડ, તા.ચૌહટન જી.બાડમેર રાજસ્‍થાન નામના શખ્‍સને ઝડપી લઈ પૂછપરછ કરતા આ શખ્‍સે રેતીના ઢગલામાં બિયરની કાચની બોટલો છુપાવ્‍યાની કબૂલાત આપી હતી.

જેને પગલે પોલીસ ટીમે રેતીનો ઢગલો ફફોસતા રેતીમાં છીપાવેલ બિયરની ૨૮૧ કાચની બોટલ મળી આવતા રૂપિયા ૧૨૫ની એક ગણી કુલ ૨૮૧ બિયર અને એક ૫૦૦૦નો મોબાઈલ ફોન મળી પોલીસે રૂપિયા ૩૫,૧૨૫ની કિંમતનો મુદામાલ કબ્‍જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્‍હો નોંધી તપાસ શરૂ કરી છે. જો કે ડ્રાઇવિંગનો ધંધો કરતો આ રાજસ્‍થાની શખ્‍સ આ અંતરિયાળ જગ્‍યાએ પહોંચ્‍યો કેવી રીતે અને બિયરનો આટલો વિશાળ જથ્‍થો માથે ઉપાડીને લાવ્‍યો કે કેમ તે અંગે પોલીસે કોઈ ફોડ પાડ્‍યો નથી. 

(10:24 am IST)