Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

મોબાઇલ ચોરી કે વાહન ચોરી વિશે પોલીસ સ્‍ટેશનમાં ધક્કા નહીં ખાવા પડે અને ઘરે બેઠા ઇ-એફ.આઇ.આર. કરી શકાશેઃ સંદિપસિંહ ચૌધરી

ધ્રોલના જી.એમ પટેલ સ્‍કૂલ ખાતે રેન્‍જ આઇજી સંદિપસિંહ ચૌધરીના અધ્‍યક્ષસ્‍થાને ઇ-એફ.આઇ.આર અંગે જાગૃતતા કાર્યક્રમ યોજાયો

(હસમુખરાય કંસારા-સંજય ડાંગર દ્વારા) ધ્રોલ,તા. ૯ : તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા ઈ-એફ.આઈ.આર ની સેવાનો ગાંધીનગર એન.એફ.એસ.યુ.માં કેન્‍દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પ્રારંભ કરાવ્‍યો હતો જેમાં મોબાઈલ ચોરી કે વાહન ચોરી વિશે પોલીસ સ્‍ટેશનમાં ધક્કા નહિ ખાવા પડે અને ઘરે બેઠા ઈ-એફ.આઈ.આર કરી શકે એ માટે ખૂબ ઉપયોગી બનશે જેનો વધુમાં વધુ લોકો ઉપયોગ કરે અને માહિતગાર થાય એ માટે પોલીસ દ્વારા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેના ભાગરૂપે આજરોજ ધ્રોલ ના જામનગર રોડ પર આવેલ જી.એમ પટેલ સ્‍કૂલ ખાતે ઈ-એફ.આઈ.આર વિશે માહિતગાર કરવા માટે રેન્‍જ આઈજી સંદિપસિંહ ચૌધરી, અને જામનગર એસ.પી પ્રેમસુખ ડેલુ સર ના અધ્‍યક્ષ સ્‍થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું

આયોજિત કાર્યક્રમમાં ઉપસ્‍થિત રેન્‍જ આઈજી સંદિપસિંહ ચૌધરી, જામનગર એસપી પ્રેમસુખ ડેલુ, જામનગર ગ્રામ્‍ય ડીવાયએસપી કૂણલ દેસાઈ, ધ્રોલ સી.પી.આઇ, ધ્રોલ પી.એસ.આઈ, સહિત જી.એમ પટેલ સ્‍કૂલ ના ટ્રસ્‍ટીઓ શ્રીᅠ ઘોડાસરા સાહેબ, શ્રી જેરામબાપા વાસજાળીયા, શ્રીરમેશભાઈ રાણીપા, સહિત ધ્રોલ પોલીસ સ્‍ટાફ અને જી.એમ પટેલ સ્‍કૂલની બાળાઓ ઈ-એફ.આઈ.આર વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી .. રાજયમાં છાશવારે મોબાઈલ અને વાહનોની ચોરીની ઘટનાઓ બનતી હોય છે આ અંગે ઈ-એફ.આઈ.આર.માં ફરિયાદી સિટીઝન પોર્ટલ પર ફરિયાદ કરી શકશે ઈ-એફ.આઈ.આર વાહન કે ફોન ચોરી અંગે જ ફરિયાદ કરી શકાશે અને ફરિયાદીને તેની ફરિયાદની ઈ-મેલ અથવા એસએમએસથી તમામ જાણ પણ જે તે પોલીસ સ્‍ટેશન દ્વારા કરવામાં આવશે. 

(10:22 am IST)