Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

મોરબી જુગાર રમતાં ૧૧ ઝડપાયા.: બાલ મંદિર નજીક જુગાર રમતા ૮ અને ધરતી ટાવરનીછત પરથી ૩ ઝડપાયા

મોરબીના ઇન્દિરાનગરમાં બાલ મંદિર નજીક જુગાર રમતા આઠ પત્તાપ્રેમીઓને મોરબી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
  મળતી માહિતી મુજબ મોરબીના ઇન્દિરાનગરમાં બાળ મંદિર નજીક જુગાર રમતા હાર્દિકભાઈ રમેશભાઈ કુરિયા, ચિરાગભાઈ નારણભાઈ ગણેશીયા, સાહિલભાઈ ફિરોજભાઈ મકરાણી, તેજસભાઈ રણજીતભાઈ રુદાતલા, દિનેશભાઈ પ્રભુભાઈ મોરતલીયા, કાનાભાઈ વિક્રમભાઈ ધોળકીયા, સુંદરજીભાઈ ગજાભાઈ સાતેલા અને વિક્રમભાઈ ઈશ્વરભાઈ વીરાણીને રોકડ રકમ રૂ.૧૪૮૫૦ સાથે મોરબી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી
 બીજા બનાવમા શહેરના ઘરતી ટાવરની છત પર જુગાર રમતા ત્રણને પોલીસે ઝડપી લીધા હતા.
મોરબી એ ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ધરતી ટાવરની છત પર જુગાર રમતા ત્રણ પત્તાપ્રેમીઓને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરા તથા ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ મોરબી એ ડીવીઝન પી આઈ બી પી સોનારાની સુચનાથી પી એસ આઈ એસ એમ રાણા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સ્ટાફના આશીફભાઈ રાઉંમા અને સમરથસિંહ ઝાલાને બાતમી મળી હતી કે મોરબીના ઘરતી ટાવરની છત પર જુગાર રમાતો હોવાની બાતમીના આધારે દરોડો કરતા ત્યાં જુગાર રમી રહેલા ભીખાભાઈ બાબુલાલ પટેલ, મહેશભાઈ રમણલાલ પટેલ અને રણજીતસિંહ લાલજી વાઘેલાને રોકડ રકમ રૂ.૧૭૧૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(10:41 pm IST)