Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

મોરબીમાં ઓમ શાંતિ રીસર્ચ સેન્ટર દ્વારા તા. ૧૧ થી ૧૫ ઓગસ્ટ સુધી મેગા ઇવેન્ટનું આયોજન

મોરબીના જય સરદાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ઓમ શાંતિ રીસર્ચ સેન્ટર દ્વારા તા. ૧૧ ઓગસ્ટથી તા. ૧૫ ઓગસ્ટ સુધી સ્વતંત્રતા પર્વ નિમિતે મેગા ઇવેન્ટ ૨૦૨૧ નું આયોજન કરવામાં આવ્યું છે
મોરબીના કંડલા બાયપાસ પાસે આવેલ ઓમ શાંતિ વિદ્યા સંકુલ ખાતે તા. ૧૧ થી ૧૫ સુધી દરરોજ સવારે ૧૦ થી ૧૨ કલાકે વિવિધ ઇવેન્ટ યોજાશે જેમાં તા. ૧૧ ના રોજ રોબોટીક્સ, તા. ૧૨ ના રોજ ૩ D પ્રિન્ટર, તા. ૧૩ ના રોજ ડ્રોન ડેવલોપમેન્ટ, તા. ૧૪ ના રોજ બેઝીક ઇલેક્ટ્રોનીક્સ, તા. ૧૫ ના રોજ રોબો ફૂટબોલ ગેમ (ઇનામ વિતરણ) કાર્યક્રમ યોજાશે

 

(9:30 pm IST)