Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

નવયુગ બી.બી.એ કોલેજ દ્વારા ચાર દિવસીય મેનેજમેન્ટ એકસલન્સ વર્કશોપ યોજાયો

મોરબી :  નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના નેજા હેઠળ નવયુગ બીબીએ કોલેજમાં એસવાય, બીબીએના વિદ્યાર્થીઓ માટે તાજેતરમાં ચાર દિવસીય મેનેજમેન્ટ એક્સલન્સ ૨૦૨૧ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું
  સંસ્થા પ્રમુખ પી ડી કાંજીયાના અધ્યક્ષસ્થાને આયોજિત ચાર દિવસીય વર્કશોપમાં વિદ્યાર્થીઓના જીવનમાં ઉપયોગી એવા પ્રેક્ટીકલ જ્ઞાનનું મહત્વ સમજાવી ભણતરની સાથે કોર્પોરેટ કલ્ચર વિષે માર્ગદર્શન અને પ્રેરણા પી ડી કાંજીયાએ પૂરી પાડી હતી કાર્યક્રમને સફળ બનાવવા ડો હિરેન મહેતા, બીબીએ સ્ટાફ મિત્રો, પ્રો ચાર્મી સંતોકી, પ્રો અંજના ભોરણીયા, પ્રો જાનકી કાલાવડીયાએ જહેમત ઉઠાવી હતી મેનેજમેન્ટ એક્સલન્સ વર્કશોપમાં હિતુલ કારીયા, એન એલ પી નિષ્ણાંત હિતેશ પરમાર, શેરબજાર વિશ્લેષક અંકિત બદ્રકીયા, બિઝનેશ બેન્કિંગ નિષ્ણાંત મધુર નરસીયન એવા ચાર નિષ્ણાંતો મુખ્ય મહેમાન તરીકે પધાર્યા હતા
ચાર દિવસ દરમિયાન નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના મુખ્ય મહેમાન એવા બીએસસી ડીપાર્ટમેન્ટના પ્રિન્સીપાલ ભીલા, કોમર્સ વિભાગના પ્રિન્સીપાલ વી એન વરમોરા, નવયુગ સ્કૂલના પ્રિન્સીપાલ યતીન રાવલ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું સમાપન સમારોહમાં ઓદ્યોગિક નગરી મોરબીના વોલ ટાઈલ્સ સિરામિક એસો પ્રમુખ નીલેશભાઈ જેતપરિયા, સેનેટરીવેર એસો પ્રમુખ કિરીટભાઈ પટેલે વિદ્યાર્થીઓને બિઝનેશ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું

(9:24 pm IST)