Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

શિવલીંગની પૂજા પૂર્વ દિશા તરફ માથુ રાખીને કરવી

દહીંને જમાવી શિવલીંગ બનાવી પૂજા કરવાથી ઐશ્વર્યની પ્રાપ્તિ થાય

આ વર્ષે શ્રાવણ માસમાં પાંચ સોમવાર આવે છે

શ્રાવણ માસના દરેક સોમવારનું શાસ્ત્રોકત મહત્વ

શ્રાવણ માસના દરેક સોમવારે શિવલીંગ ઉપર કોઇ વિશેષ વસ્તુ અર્પણ કરવામાં આવે છે જેને શિવામુઠી કહે છે.

પહેલા સોમવારે કાચા ચોખા, બીજા સોમવારે સફેદ તલ, ત્રીજા સોમવારે આખા મગ, ચોથા સોમવારે સફેદ ફુલ અને ચોખા પાંચમાં સોમવારે સંતુ ચડાવાય છે.

માનવામાં આવે છે કે, શ્રાવણ માસમાં પુજા કરવાથી બધા કષ્ટ દૂર થાય છે. મહાદેવ, શિવ, સર્વ સમર્થ છે. તેઓ મનુષ્યના બધા પાપનો નાશ કરી મુકિત અપાવે છે. મહાદેવજીની પુજાથી ગ્રહોની બાધા પણ દૂર થાય છે.

જયોતિષ વિશ્લેષણ

૧ ) સુર્યથી સંબંધીત વિધ્ન હોય તો વિધિવત પંરોપચાર બાદ આકડાના ફુલ અને પાન ચડાવવા

ર) ચંદ્રની પીડા હોય તો દરેક સોમવારે ગાયનુ દુધ ચડાવવુ અને સોમવારનું વ્રત કરવુ.

૩) મંગળની પીડા હોય તો ગીલોઇની જડીબુટ્ટી અથવા તેના રસનો અભિષેક કરવો.

૪) બુધની પીડા હોય તો વિધારાના રસનો અભિષેક કરવો.

પ) ગુરૂની પીડા હોય તો હળદરવાળા દૂધનો અભિષેક કરવો.

૬) શુક્રની પીડા હોય તો ગાયના ઘી થી અભિષેક કરવો.

૭) શનિની પીડા હોય તો શેરડીના રસથી અભિષેક કરવો.

૮) રાહુ કેતુની પીડા હોય તો કુશ અને દુર્વાના પાણીથી અભિષેક કરવો.

 

આ લોકોએ પણ શિવમંત્રોચો ઉચ્ચારણ કરવો

૧) વંશની વૃધ્ધિ માટે શિવલીંગ ઉપર સહસ્ત્રનામ બોલી ગાયના ઘી થી અભિષેક કરવો.

ર) શિવજી ઉપર જલધારાથી અભિષેક કરવાથી ધનની પ્રાપ્તી થાય છે.

૩) ભૌતિક સુખ પ્રાપ્તી માટે ઇત્રાની ધારાથી અભિષેક કરવો.

૪) રોગની મુકિત માટે મધથી અભિષેક કરવો.

પ) સુખ શાંતી અને આનંદ માટે શેરડીના રસથી અભિષેક કરવો.

૬) બધી ધારાથી સૌથી શ્રેષ્ઠ ધારા ગંગાજલથી શિવને ગંગા વધારે પ્રીય છે. જો ગંગા જળથી અભિષેક કરવામાં આવે તો પુરૂષાર્થ પ્રાપ્ત થાય છે.

પૂજામાં આટલુ ધ્યાન રાખવુ

૧) શ્રાવણ મહિનામાં સ્થાપિત શિવલીંગ હોય તેની પુજા પુર્વ દિશા તરફ માથુ રાખીને પુજા કરવી.

ર) શિવલીંગની દક્ષીણ દિશાએથી પુજા કરવી નહી.

કાર્ય સિધ્ધી માટે

૧) દરેક ઇચ્છાની પુર્તિ માટે અલગ શિવલીંગ પાર્થવશિવની પુજાથી દરેક કાર્ય સિધ્ધ થાય છે.

ર) ગોળનું શિવલીંગ બનાવીને પુજા કરવામાં આવે તો પ્રેમની પ્રાપ્તી થાય છે.

૩) ભસ્મનું શિવલીંગ બનાવી પુજા કરાય તો સર્વ સુખની પ્રાપ્તી થાય છે.

૪) જવ અથવા ચોખાના લોટનુ શિવલીંગ બનાવીને પુજા કરીએ તો દામ્પત્યના સુખની પ્રાપ્તી થાય છે.

પ) દહીને જમાવીને શિવલીંગ બનાવીને પુજા કરવાથી ઐશ્વર્યની પ્રાપ્તી થાય છે.

૬) પિતળ અથવા સુવર્ણના શિવલીંગની પુજા કરવાથી મોક્ષની પ્રાપ્તી થાય છે.

૭) લોટ અથવા શિશુ તેના શિવલીંગની પુજા કરવાથી શત્રુ પરાજય થાય છે.

૮) પારાના શિવલીંગની પુજા કરવાથી ધર્મ અર્થ કામને મોક્ષની પ્રાપ્તી થાય છે.

સારા પતિની પ્રાપ્તી માટે પ્રયોગ

જે તે છોકરીના જન્માક્ષર (કુંડળી)માં લગ્નસ્થાન દુશિત શનિ, મંગળ, રાહુ, સુર્ય, પાપ ગ્રહોથી અથવા દુશીત યોગોથી લગ્ન સગાઇમાં વિલંબ થતો હોય તેવી છોકરીઓએ શિવજીનું (અનુષ્ઠાન) ઉપાસના શ્રાવણ સુદ એકમથી શરૂ કરીને અમાસ સુધી ૩૦ દિવસનું અનુષ્ઠાન શિવ ઉપાસના કરવી રોજ ૧૦ માળા શિવ સાનિધ્યમાં કરવી.

મંત્ર

હૈ ગૌરી શંકરાર્ધાગી યથાત્વમ શંકર પ્રિયા

તથા મમ કુરૂ કલ્યાણી કાન્તકાન્તામ સુદુર્લભામ

એક બીલી પત્રમ એક પુષ્પમ્ એક લોટા જલકી ધાર દયાળુ રીઝ કે દેતે હૈ ચંદ્રમૌલી ફલચાર

છોકરાની સગાઈ - લગ્નમાં વિલંબ થતો હોય છે. તેના માટે શિવશકિત અનુષ્ઠાન રોજ દશમાળા શિવ સાનિધ્યમાં આખો શ્રાવણ માસ આ મંત્રનો જપ કરવા પત્નિ મનોરમાદેહી મનોવૃતાનું સારણીમ તારણીમ દુર્ગ સંસાર સાગરસ્ય કુલોભવામ.(૩૭.૪)

શાસ્ત્રી વિજયભાઈ વ્યાસ

(જસદણવાળા)

મો. ૯૪૨૬૨૮૯૦૩૫

(5:09 pm IST)