Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

મોરબી બાલ મંદિર નજીક જુગાર રમતા આઠ પત્તાપ્રેમી ઝડપાયા.

રોકડ રકમ રૂ.૧૪૮૫૦ સાથે મોરબી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી

મોરબીના ઇન્દિરાનગરમાં બાલ મંદિર નજીક જુગાર રમતા આઠ પત્તાપ્રેમીઓને મોરબી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મળતી માહિતી મુજબ મોરબીના ઇન્દિરાનગરમાં બાળ મંદિર નજીક જુગાર રમતા હાર્દિકભાઈ રમેશભાઈ કુરિયા, ચિરાગભાઈ નારણભાઈ ગણેશીયા, સાહિલભાઈ ફિરોજભાઈ મકરાણી, તેજસભાઈ રણજીતભાઈ રુદાતલા, દિનેશભાઈ પ્રભુભાઈ મોરતલીયા, કાનાભાઈ વિક્રમભાઈ ધોળકીયા, સુંદરજીભાઈ ગજાભાઈ સાતેલા અને વિક્રમભાઈ ઈશ્વરભાઈ વીરાણીને રોકડ રકમ રૂ.૧૪૮૫૦ સાથે મોરબી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

(2:17 pm IST)