Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

મોરબીના ઘરતી ટાવરની છત પર જુગાર રમતા ત્રણ ઝડપાયા.

એ ,ડિવિઝન પોલીસે રોકડ રકમ રૂ.૧૭૧૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી

મોરબી એ ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ધરતી ટાવરની છત પર જુગાર રમતા ત્રણ પત્તાપ્રેમીઓને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરા તથા ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ મોરબી એ ડીવીઝન પી આઈ બી પી સોનારાની સુચનાથી પી એસ આઈ એસ એમ રાણા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સ્ટાફના આશીફભાઈ રાઉંમા અને સમરથસિંહ ઝાલાને બાતમી મળી હતી કે મોરબીના ઘરતી ટાવરની છત પર જુગાર રમાતો હોવાની બાતમીના આધારે દરોડો કરતા ત્યાં જુગાર રમી રહેલા ભીખાભાઈ બાબુલાલ પટેલ, મહેશભાઈ રમણલાલ પટેલ અને રણજીતસિંહ લાલજી વાઘેલાને રોકડ રકમ રૂ.૧૭૧૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

(2:14 pm IST)