Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

જેતપુર પંથકમાં જુગારની ૩ રેડ મહિલા સહિત ૧૪ ઝડપાયા

જેતપુર, તા. ૯ :. તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી.જે. બાંટવા, સ્ટાફના ભુરાભાઈ માલીવાડ, રાજુભાઈ મકવાણા, પ્રદીપભાઈ આગરીયા, ચેતનભાઈ ઠાકોર, વિજયસિંહ જાડેજા, હાર્દિકભાઈ ઓઝાને સાથે રાખી ગત રાત્રીના પેટ્રોલીંગમાં નીકળેલ દરમિયાન દેરડી ગામમાંથી પસાર થતા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોય જુગાર અંગેની રેડ કરી જુગાર રમતા જીલુ લખુભાઈ માંજરીયા, બાવનજી વજુભાઈ જીંજુવાડીયા, રવિ ભાણકુભાઈ ગોવાળીયા, જયેશ અમરાભાઈ વકાતર, વિજય ભુદાભાઈ વકાતર, અતુલ રમેશભાઈ જીંજુવાડીયા, રોહીત ભુદાભાઈ વકાતર, રામકુ ભુપતભાઈ ગોવાડીયા, જયેશ દિનેશભાઈ સુરેલા (રહે. તમામ દેરડી)ને રોકડા રૂ. ૧૩૬૮૦ સાથે પકડી પાડેલ.

અન્ય રેડમાં વિરપુર પોલીસ પેટ્રોલીંગમાં નીકળેલ દરમ્યાન જલારામનગરમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે રેડ કરતા તીનપત્તીનો જુગાર રમતા રજીયાબેન કૈલાસભાઈ બાવાજી, અર્જુન અશોકગીરી ગૌસ્વામી, નરેશ રમેશભાઈ બુધેલીયા (રહે. ત્રણેય વિરપુર)ને રોકડ રૂ. ૧૦૮૦ સાથે પકડી પાડેલ.

એલસીબી પેટ્રોલીંગમા નીકળેલ ત્યારે ખોડપરા પાસેના વિસ્તારમાં એક શખ્સ શંકાસ્પદ જણાતા તેને ચેક કરતા તે શખ્સ રમેશ ઘુસાભાઈ બારૈયા (રહે. સુમરાના ડેલા) વરલી ફીચરના આંકડાનો જુગાર રમાડતો હોય રમેશને રોકડા રૂ. ૧૨૧૦ તથા મોબાઈલ ૧ મળી કુલ રૂ. ૪૨૧૦ના મુદામાલ સાથે પકડી આગળની કાર્યવાહી માટે શહેર પોલીસને સોંપી દીધેલ.

આમ કુલ શહેર - ગ્રામ્ય વિસ્તારમાં જુગાર રમતા ૧ મહિલા સહિત ૧૪ શખ્સોને રૂ. ૧૮૯૭૦ના મુદામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ.

(1:41 pm IST)