Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

જામનગરમાં જમીન પચાવી પાડવા સબબ દંપતિ સામે ગુન્હો

જામનગર, તા.૯: અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રવિણસિંહ બનેસિંહ જાડેજા, ઉ.વ.૭૧, રે. વાવા બેરાજા ગામવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧–૧–ર૦૧૪ થી તા.૮–૮–ર૦ર૧ દરમ્યાન પંચવટી કોલોનીમાં હજુર ગૌશાળાના નામે ઓળખાતી જગ્યામાં ફરીયાદી પ્રવિણસિંહએ જુના રેવન્યુ સર્વે નં.૧/જી/૪ પ્લોટ નં.૯૩/૧ વાળી સીટી સર્વે નં.ર૭૦૬/૧ શીટ નં.૧૧ર તથા સતા પ્રકાર સી જેના ચો.મી. ૧૮૧.૪પ વાળી મિલ્કતનો વેચાણ દસ્તાવેજ અવેજ રૂ.૩૯,૦૦૦/  રજીસ્ટ્રાર કચેરીના દસ્તાવેજ અનું નં. ર૯રર તા.૩/૧૦/૧૯૮પ થી કાંતાબેન અમૃતલાલ મહેતા, રે. ભાણવડ વેરાડ નાકા પાસે રજીસ્ટર વેચાણ દસ્તાવેજથી ખરીદલ હોય જે ખરીદેલ મિલ્કતના ખુલ્લા પ્લોટમાં આ કામના આરોપીઓ અનવરભાઈ દાઉદભાઈ સંઘાર, રોશનબેન અનવરભાઈ સંઘાર, રે. માધાપુર ભુંગા, જામનગરવાળાએ પેશગી કરી મિલ્કત પચાવી પાડવાના ઈરાદે તેમા ફેન્સીંગ કરી કોઈપણ પ્રકારની મંજુરી વગર કાચી ઓરડી બનાવેલ હોય જેમને કબ્જો ખાલી કરવાનું કહેતા કબ્જો ખાલી નહીં કરી કેસમાં ફસાવી દેવાની ધમકી આપી પોતાનો ગેરકાયદેસરને અનઅધિકૃત રીતે જમીન પચાવી પાડવા  કબ્જા ભોગવટો કરી ગુનો કરેલ છે.

દુકાનમાં રોકડની ઉઠાંતરી

અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હસનભાઈ અબ્દુલકાદરભાઈ કેરાવાલા, ઉ.વ.૩૩, રે. લીંડી બજાર ચાર રસ્તા, બીબોળી ફળી, જામનગર એ ફરીયાદ નોંધાવી છે કે, સંઘાળીયા બજાર પાસે ફરીયાદી હસનભાઈની સુપર ટ્રેડર્સ નામથી દુકાનમાં કોઈ અજાણ્યો ચોર ઈસમ લકડાનું બારણુ ખોલી નાખી દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાં રહેલ લાકડાના કાઉન્ટરના ખાનામાં રહેલ વેપારના રૂ.૭,૦૦૦/– તથા દાન માટે ભેગા કરેલ રૂ.૯૩,પ૦૦/– મળી કુલ રોકડા રૂ.૧,૦૦,પ૦૦/– ની કોઈ ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

જુગાર રમતા ૧૯ ઝડપાયા

સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. ભગીરથસિંહ જયવિરસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, સુભાષમાર્કેટ પાસે આવેલ ભોયના ઢાળીયાથી જમણી બાજુ કુંડલીફળીમા ધમા વાણીયાના ઘર પાસે, જયસુખભાઈ જેન્તીભાઈ જેઠવા, ઈશ્વરભાઈ હિરાલાલભાઈ જેઠવા, નીતીનભાઈ જેઠાલાલભાઈ વારા, ચંદ્રેશભાઈ વસંતભાઈ શુકલ, દિપકભાઈ મગનભાઈ જેઠવા, રાજેશભાઈ શાંતીલાલભાઈ ચરાડવા, ધર્મેન્દ્રભાઈ મોહનલાલ કુંડલીયા, બકુલભાઈ અમૃતલાલ મહેતા, જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી કુલ રોકડા રૂ.૧૭૪પ૦/– સાથે ઝડપાઈ ગયેલ છે.

પંચ બી પોલીસ સ્ટેશનમાં કોન્સ. રઘુવિરસિંહ ભુપતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૮–૮–ર૦ર૧ ના મોરકંડા ગામમાં પાણીના ટાકા પાસે જાહેરમાં જગદીશભાઈ પીતાંબરભાઈ સરવૈયા, રાજેશભાઈ લાલજીભાઈ ગોશનાદા, મનસુખભાઈ મોહનભાઈ ધોડકીયા, ચંદુભાઈ ઘોઘાભાઈ ડાભી, જગદીશભાઈ વિઠલભાઈ દેગામા, પટના રોકડા રૂ.૬૧૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

સિકકા પોલીસ સ્ટેશનમાં કોન્સ. જયપાલસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, બેડ ગામ,  શીયાળી બાવળની ઝાળીમાં સુરેશભાઈ ગોરધનભાઈ કણજારીયા, રામજીભાઈ લક્ષ્મણભાઈ કણજારીયા, પ્રેમજીભાઈ ગોવિંદભાઈ કણજારીયા, હારજીત કરી રોકડા રૂ.૪રપ૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં કોન્સ. ચંદ્રેશભાઈ છગનભાઈ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, બોડી ગામના પમ્પ હાઉસ પાસે આ કામના આરોપીઓ સુરેશભાઈ ધરમશીભાઈ સંઘાણી, દિપકભાઈ અરજણભાઈ બોખાણી, ભરતભાઈ માવજીભાઈ બોખાણી જયદીપભાઈ બોખાણી, રશીકભાઈ શામજીભાઈ બોખાણી, ટીનાભાઈ બાબુભાઈ બોખાણી, નરશીભાઈ બચુભાઈ બોખાણી,  રોકડા રૂ.૧૦ર૩૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

જામવાડી ગામે દારૂની બોટલ સાથે ઝડપાયો

જામજોધપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. રાજદીપસિંહ કિશોરસિંહ જાડેજા એ ફરીયાદ નોધાવી છે કે, જામવાડી ગામ પાટીયા પાસે આ કામના આરોપીઓ અંકુરકુમાર જેન્તીભાઈ વાછાણી, બોટલ નંગ–૧, કિંમત રૂ.પ૦૦ તથા એક નોકીયા કંપની મોબાઈલ જેની કિંમત રૂ.પ૦૦/– મળી કુલ મુદામાલ રૂ.૧૦૦૦/– સાથે ઝડપાઈ ગયેલ છે તથા દારૂ સપ્લાય કરનાર આરોપીઓ જયેશ વસતા કોડીયાતર, કિશોર ઉર્ફે કિશુ મોરી ફરાર થઈ ગયેલ છે. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(1:38 pm IST)