Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

ભાણવડના બરડા ડુંગરમાં પૌરાણિક કિલેશ્વર મહાદેવ મંદિર બંધ રહેતાં ભકતોમાં નિરાશા

દર્શનની સાથે પ્રવાસન સ્થળ હોવાથી કોરોના ગાઇડ લાઇન મુજબ સરકારનો મંદિર બંધ રાખવા પરિપત્રઃ ફોરેસ્ટ વિભાગ ચકલું પણ ફરકવા નથી દેતું

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૯ :.. ભાણવડના બરડા ડુંગરમાં આવેલા રાજાશાહી વખતના અને હાલ પણ જામનગરના જામસાહેબની વિરાસત ગણાતાં પૌરાણીક કિલેશ્વર મહાદેવ મંદિર શ્રાવણ મહિનામાં પણ બંધ રહેતા શિવભકતોમાં નિરાષ વ્યાપી છે.

વરસાદ બાદ કુદરતી સૌદર્યથી સોળે કળાએ ખીલી ઉઠતી લીલીછમ્મ વનરાજી અને પાણીના વહેતા ઝરણાં અને પહાડો અહીં આકર્ષણનું કેન્દ્ર હોવાથી શ્રાવણ મહિનાના પ્રારંભથી સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી ભગવાન શંકરની પુજા કરવાની સાથે સહેલગાહે લોકો આવે છે. પરંતુ કોરોનાની ગાઇડ લાઇન મુજબ અહીં મોટી સંખ્યામાં લોકો એકઠા થાય તો કોરોનાનું સંક્રમણ ફેલાય શકે છે. તે માટે સરકારે મંદિર અને આસપાસનો વિસ્તારમાં પ્રતિબંધ જાહેર કરતો પરિપત્ર બહાર પાડતાં સ્થાનીક ફોરેસ્ટ વિભાગ દ્વારા તેની અમલવારી કરી અહીં પ્રવેશ આપવા દેવામાં આવતો નથી જેના કારણે ભકતજનોમાં નિરાષા જોવા મળી રહી છે. લોકોની લાગણી છે કે શ્રાવણ માસ દરમિયાન મંદિર ખોલવામાં આવે તો ભકતો પૂજન-અર્ચનનો લાભ લઇ શકે છે.

(1:38 pm IST)