Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

જામનગરમાં શ્રાવણના પ્રારંભે સવારથી શિવાલયોમાં ભાવિકોની લાઇનો : ભોળાનાથના દર્શન કરીને ધન્યતા અનુભવી

જામનગર : પ્રથમ શ્રાવણી સોમવારે ભગવાન ભોળાનાથની કૃપા મેળવવા માટે દર્શન પૂજન અર્ચનનું અનેરૂ મહત્વ હોય છે. ત્યારે જામનગરમાં પણ અનેક શિવાલયો આવેલા છે. જેને લઇને જામનગર છોટીકાશી તરીકે ઓળખાય છે. ત્યારે પ્રાચીન અને રાજાશાહી વખતના શિવાલયોથી લઈને હાલના ધાર્મિક સ્થળોમાં સવારથી જ શિવ ભકિતમાં લીન થતાં ભકતો જોવા મળ્યા હતા. કોરોનાની મહામારી બાદ સૌપ્રથમ શ્રાવણ માસમાં છૂટછાટ વચ્ચે ભાવિકોએ ભગવાન ભોળાનાથ ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જામનગરના વિવિધ શિવાલયોમાં સવારથી જ અભિષેક રુદ્રાભિષેક અને બિલીપત્ર પુષ્પ સહિતના દ્રવ્યોથી અભિષેક પણ થઈ રહ્યા છે. અને સવારથી જ જામનગરના શિવાલયોમાં ભાવિકોની કતારો જોવા મળી હતી. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર)

(1:37 pm IST)