Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

પોરબંદરની રેલ્વે સુવિધામાં વધારો કરવાને બદલે ઉતરોતર ઘટાડોઃ વર્ષોથી અન્યાય

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ૯: ભાવનગર ડીવીઝનમાં પોરબંદર ઝોનનો સમાવેશ કરાયેલ છે. ગમે તે કારણ હોય ભારતની સ્વતંત્રને ૭૪ ચીમોતેર વરસ પુર્ણ કરી ૭પ પીચોતેર વર્ષમાં પ્રવેશ કરી રહેલ છે. ત્યારે પશ્ચિમ ઝોનના ભાવનગર ડીવીઝનમાં સમાવેશ કરાયેલ. પોરબંદર કે જે રાષ્ટ્રપિતા સ્વ. પૂ. મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધીની જન્મભુમી અને શ્રીકૃષ્ણ યુગના નિસ્પૃહી બાલ સખા ભકત સુદામાની ભુમી પ્રત્યે ભારોભાર અન્યાય થતો હોય તેવી ફરીયાદો ઉઠી છે.

પોરબંદરને રેલ્વે સુવિધા મળે તે માટે અવાર નવાર તર્કબધ્ધ પુરતા ઉંડા અભ્યાસ સાથે વિકાસ તેમજ પેસેન્જર ટ્રેનની વધુ સુવિધા મળવા માંગણી કરવામાં આવે ત્યારે ભાવનગર ડીવીઝનના રેલ્વે દ્વારા નક્કી કરેલ હોય તે મુજબ વરસોથી મળતી નથી. ટ્રેનોમાં વધારો કરવાના બહાને જે સુવિધા પ્રાપ્ત છે તેમાં પણ ઘટાડો કરવામાં આવે છે અને અન્ય ડીવીઝનમાં ટ્રાન્સફર કરી નાખવામાં આવે છે. દાખલા તરીકે પોરબંદર હાવરા-પોરબંદર સપ્તાહમાં ત્રણ દિવસ દોડતી રવિવાર, બુધવાર, ગુરૂવાર તેમાંથી પ્રથમ પોરબંદર-ઓખા-પોરબંદર-હાવરા લીંક કરવામાં આવી ત્રણ કોચ પ્રારંભમાં ઓખા મોકલી આપ્યા સુપર ફાસ્ટ ટ્રેનમાંથી કોચ કમી કરાતા નથી છતા પણ કમી કરવામાં આવ્યા જે નિયમ વિરૂધ્ધ આપખુદ નિર્ણય લેવાયેલ.  પુર્વ રેલમંત્રી કુ. મમતા બેનરજી (દીદી)ના કાર્યકાળ દરમ્યાન પોરબંદર-હાવરા પોરબંદર સુપરફાસ્ટ  સપ્તાહના તમામ દિવસો સાતેય દિવસ દોડાવવાની રેલ્વે બજેટમાં જાહેરાત કરાયેલ. પરંતુ ભાજપ સરકારને રેલવે મંત્રી કુ.મમતા બેનરજી (દીદી) સાથે આંતરીક ખટરાગ ઉભો થતા પોરબંદર -હાવરા-પોરબંદર કાયમી લાભ હજુ સુધી મળેલ નથી. ઉલ્ટાનું રવિવવારની પોરબંદર-હાવરા-પોરબંદર લીંક રાખ્યા હતા. તે સંપુર્ણ આખી રેઇક રાજકોટ ડીવીઝનો આપી દીધી અને ભાવનગર ડીવીઝને આ સુપર ફાસ્ટ ટ્રેન સોંપી આપી.

પોરબંદર દહેરાદુન-ઓખા-પોરબંદર સાપ્તાહીક રૂપ દર સોમવારે મધ્ય રાત્રીના ઓખા-પોરબંદર-આવતી અને દર ગુરૂવારે રાત્રીના ૧૦.૪પ પોરબંદર-ઓખા-દહેરાદુન પોરબંદર વાયા હરીદ્વાર આવક જાવક કરતી જે પુર્વ રાજકક્ષા રેલવે મંત્રી નારણભાઇ રાઠવાની પોરબંદર મુલાકાત દરમ્યાન પોરબંદર-દહેરાદુન-હરીદ્વાર-પોરબંદર દોડાવવાની સતાવાર જાહેરાત પોરબંદરથી રાજકોટ-ભાવનગર રેલ્વે ડીવીઝનના અધિકારીઓની સંમતીથી જાહેરાત કરેલ અને પોરબંદરથી બુકીંગ શરૂ પણ કરી દેવામાં આવેલ. આ ટ્રેનો પોરબંદર અપ-ડાઉનમાં ઓખા-દહેરાદુન દોડાવવાને બદલે ઓખાથી મોકલવાનું બંધ કર્યુ. ત્યાર બાદ સતત પુર્વ ડી.આર.યુ.સી.સી. સભ્ય એચ.એન.પારેખ તથા પુર્ણ વિરોધપક્ષના નેતા ધારાસભ્ય અર્જુનભાઇ તેમજ સ્વ. સાંસદ શ્રી વિઠલભાઇ તથા રાજયસભાના સભ્ય સ્વ. અહેમદ પટેલના સક્રિય પ્રયાસથી પોરબંદર હરીદ્વાર પોરબંદર દોડાવવા લીલીઝંડી મળી ગયેલ હોવા છતા હેડ ઓફીસ મુંબઇને અમલવારી માટે મોકલવામાં આવતો નથી. પ્લેટફોર્મનું કારણ બતાવવામાં આવતુ તે પણ સમસ્યા હલ થઇ જવા છતા અમલ કરવામાં આવેલ નથી.  પોરબંદર રેલ્વે સ્ટેશનની આવક વાર્ષિક પોણા છ કરોડથી છ કરોડની ગણવામાં આવેલ છે. જુનીયર વર્ગ ૧  એકમાં સમાવેશ કરાયેલ છે. ભારત સરકારના રેલ્વે મંત્રાલયે વર્ગમાં આવતા ખાસ કરીને ડીવીઝન મથકોમાં ૩૩ મીટર ૧૦૦ ફીટની ઉંચાઇ ધરાવતો રાષ્ટ્રધ્વજ ફરકાવવા રાઉન્ડ ધ કલોક નિર્ણય લેવાય અને અમલ શરૂ કરવામાં આવતા પહેલા પુર્વ ડી.આર.યુ.સી.સી. સભ્ય હેમેન્દ્રકુમાર પારેખ ભારત સરકારના રેલવે મંત્રાલય, પશ્ચિમ વિભાગની હેડ ઓફીસ તેમજ ભાવનગર ડીવીઝનમાં ધારદાર સચોટ રજુઆત કરેલ રાષ્ટ્ર પિતાની જન્મભુમી પોરબંદરને ખાસ વિશિષ્ટ દરજ્જો અપાયેલ છે.

 વિશ્વ મહામાનવ સમગ્ર એક જ વ્યકિત સ્વ.મોહનદાસ કરમચંદ ગાંધીને મહાત્મા તરીકે સમગ્ર વિશ્વએ અપનાવેલ છે. ત્યારે પોરબંદર રાષ્ટ્રપિતાની જન્મભુમીના રેલ્વે સ્ટેશન પર ૩૩ મીટર ૧૦૦ ફીટની ઉંચાઇએ રાઉન્ડ ધ કલોક રાષ્ટ્રધ્વજ ફરકતો રહે અને સમાવેશ કરવામાં આવે જે રજુઆત સ્વીરાયેલ  અને વર્તમાન રેલ્વે સ્ટેશન પર વિશિષ્ટ માન સાથે રાષ્ટ્રધ્વજ રાઉન્ડ ધ કલોક લહેરાય છે રહયો છે તેમજ રેલ્વે સ્ટેશન પર ટાવર ઘડીયાલ પણ કાર્યરત કરવામાં આવેલ છે ત્યારે કોરોના મહામારીના સંદર્ભે ભારત સરકારના રેલવે મંત્રાલયે ટ્રેઇન વહેવાર સંપુર્ણ બંધ કરવામાં આવતા પોરબંદરની પેસેન્જર તેમજ સુપર ફાસ્ટ એકસપ્રેસ તમામ ટ્રેનો બંધ કરવામાં આવેલ તે પૈકી અમુક ટ્રેનો પુનઃ શરૂ કરવામાં આવેલ છે. જયારે મહત્વની રોજીંદા પોરબંદર મુંબઇ-પોરબંદર વચ્ચે સૌરાષ્ટ્ર એકસપ્રેસ હજુ સુધી ભાવનગર ડીવીઝન દ્વારા શરૂ કરવામાં આવેલ નથી. વર્તમાન સાંસદ સભ્ય તથા રાજયસભાના સભ્યશ્રીની પાસે રજુઆત કરવામાં આવેલ હોવા છતા તેઓશ્રીએ અસરકારક રજુઆત કરવાની કસરત નબળી પુરવાર થઇ ગયેલ છે.

સને ૧૯૮૬ની સાલમાં મુંબઇ સેન્ટ્રલ બાંદ્રા ટર્મીનેટ જામનગર-મુંબઇ સેન્ટ્રલ (પુર્વ) વર્તમાન બાંદ્રા ટર્મીનેટ જામનગર સૌરાષ્ટ્ર જનતાની ફીકવન્સી પોરબંદર સુધી લંબાવવામાં આવેલ અને બુકીંગ શરૂ થતા થઇ ગયેલ કોઇ પણ કારણસર તાત્કાલીક પોરબંદર-મુંબઇ સેન્ટ્રલ(પુર્વ) વર્તમાન બાંદ્રા ટર્મીનેટ પોરબંદરનું બંધ કરાવી ફીકવન્સી અટકાવી દેવામાં આવેલ છે. આ બાબતમાં ભાવનગર ડીવીઝન આજદીન સુધી મૌન રહેલ છે. તાત્કાલીક અસરથી જામનગર-બાંદ્રા જામનગર સૌરાષ્ટ્ર જનતા એકસપ્રેસની ફીકવન્સી પોરબંદર સુધી લંબાવવા કાર્યદક્ષ જાગૃત સાંસદસભ્ય રમેશભાઇ ધડુક તથા નવનિર્મિત રાજયસભાના સભ્યશ્રી સફળતાપુર્વક રજુઆત કરી પોરબંદરને થયેલ અન્યાય દુર કરાવવા માંગણી છે.

આ ઉપરાંત જેતલસર જંકશનથી ઢસા જંકશન વચ્ચે ૯૦ નેવુ કિલોમીટર એમ.જી. ટ્રેક રૂપાંતરીત કરવાનું મંજુર થયેલ છે. કામ ઘણુ ધીમુ ગોકળગાયની ગતીમાં ચાલતુ હોય તેને વેગવંતુ કરાવવા પોરબંદર-ભાવનગર-પોરબંદર સળંગ કાર્યરત કરવા ગતિ વધારવા ધરતી કાર્યવાહી સાથે રેલ્વે આવક વધારવા યોગ્ય દિશામાં કાર્ય શરૂ કરવા માંગણી કરવામાં આવી છે.

(1:36 pm IST)