Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

કુતિયાણા સજ્જડ બંધઃ બેન્ક ઓફ બરોડા શાખાના સ્થળાંતરનો ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વિરોધ

બંધને ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા અને નગર પાલિકા પ્રમુખ ઢેલીબેન ઓડેદરાએ ટેકો જાહેર કર્યો

(નલીન છુછિયા દ્વારા) કુતિયાણા, તા. ૯ :. શહેર મધ્યે આવેલી બેન્ક ઓફ બરોડા શાખાના સ્થળાંતરના લેવાયેલા નિર્ણય સામે ચેમ્બર ઓફ કોમર્સે વિરોધ નોંધાવી શહેર બંધના એલાનના પગલે આજે સજ્જડ બંધ પળાયો છે.

બેન્ક ઓફ બરોડા શાખાના સ્થળાંતરના વિરોધમાં ચેમ્બર ઓફ કોમર્સની મીટીંગ મળી હતી. જેમાં ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા અને પાલિકા પ્રમુખ ઢેલીબેન ઓડેદરાએ ઉપસ્થિત રહીને શહેર બંધને ટેકો જાહેર કર્યો છે. શહેરના ગાંધી રોડ ઉપર બેન્ક ઓફ બરોડા શાખા ભાડાના મકાનમાં બેસતી હોય અને ભાડા કરાર પુરો થતા બેન્કના ઉચ્ચ સત્તાવાળાઓએ આ બેન્ક શાખાનું સ્થળાંતર શહેરના દૂરના ભાગે ખસેડવાનો નિર્ણય લેતા તેનો વેપારીઓએ સખત વિરોધ દર્શાવી આજે શહેર બંધનું એલાન આપ્યુ છે, જેને સારો પ્રતિસાદ મળ્યો છે. શહેરના વેપારીઓના કરન્ટ એકાઉન્ટ સહિત ખાતા આ બેન્કમાં હોય બેન્ક શાખાના સ્થળાંતરથી અનેક મુશ્કેલી ઉભી થાય તે માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બેન્ક સ્થળાંતરનો વિરોધ કરી રહેલ છે.

(1:35 pm IST)