Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

'રણ સરોવર' બનાવવા ધમધમાટ : સરકારની ફરી જયસુખભાઇ (અજંતા - ઓરેવા) સાથે મીટીંગ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૯ : જેને વેરાન વગડામાં પણ પાણી દેખાયુ અને તે પણ કદાચ એશીયાનું સૌથી મોટુ મીઠા પાણીનું સરોવર બને તેટલું... નર્મદા ડેમ સમાન 'રણ સરોવર'ના અદભુત અને લોક કલ્યાણક વિચારને નરેન્દ્રભાઇ મોદી, અમીતભાઈ શાહ તેમજ દેશના ઘણા તજજ્ઞો ઉચ્ચ પદાધીકારીઓ એ હંમેશા સન્માન અને સર્મથન આપ્યું છે. આ વિશાળ કલ્પનાને વાસ્તવીક સ્વરૂપ આપવા માટે સમય લાગે એ ખુબજ સ્વભાવીક છે.

સરકાર શ્રી તરફથી અપાતા પોઝીટીવ અને સન્માનીય એપ્રોચ ના ભાગરૂપે અજંતા – ઓરેવા ગ્રુપના મેનેજીંગ ડિરેકટર જયસુખભાઇ પટેલની દિલ્હી ખાતે મનસુખભાઈ માંડવીયા (હેલ્થ મીનીસ્ટરશ્રી) તથા મા. ગજેન્દ્ર સિંહ સેખાવત (જલશકિત અને એગ્રીકલ્ચર મીનીસ્ટરશ્રી – દિલ્હી) સાથે ફરી વખત કોન્ફરન્સ મીટીંગ યોજવામાં આવેલ હતી. આ મીટીંગમાં 'રણ સરોવર' વહેલી તકે ડેવલોપ કરવા માટે ઉચ્ચ અધીકારીશ્રીઓની હાજરીમાં ચર્ચાઓ કરવામાં આવેલી હતી અને ગુજરાત રાજય તરફથી આ બાબત માટે વહેલી તકે સર્વે તથા રીર્પોટ તૈયાર કરવા બાબતે પણ ચર્ચાઓ કરવામાં આવેલ હતી અને સરકારશ્રી તરફથી દરેક બાબતે પોઝીટીવ વ્યુહ આપવામાં આવ્યા હતા. લોક કલ્યાણ અને સમગ્ર વિસ્તારના સર્વાંગી વિકાસ માટે જયસુખભાઈ તરફથી 'રણ સરોવર' વહેલી તકે ડેવલોપ કરવામાં આવે તેવી રજુઆત પણ કરવામાં આવેલ હતી.

'રણ સરોવર' માત્ર કાગળ ઉપરની કલ્પના નથી પણ ગુજરાતની જરૂરિયાત અને ભવિષ્ય છે. તેના દ્વારા સમગ્ર વિશ્વમાં ગુજરાતનું નામ ઈનોવેટિવ સ્ટેટ અને આઈડિયલ સ્ટેટ તરીકે ચર્ચાય તેમ છે. તેના કારણે જ જયસુખભાઈ પોતે પણ તજજ્ઞોની ટીમ સાથે સતત આ વિસ્તારનું મલ્યાંકન કરતા રહે છે અને તેનો અભ્યાસ કરતા રહે છે. અત્યાર સુધીમાં ઘણી બધી મીટીંગ સરકારશ્રી સાથે દિલ્હી ખાતે યોજવામાં આવેલ હતી અને હકારાત્મક વ્યુહ મળેલ હતા.

'રણ સરોવર'ની કલ્પના સાકાર થાય તો સૌરાષ્ટ્ર-કચ્છની સીકલ બદલી જાય. તેનાથી થતા અતલ્ય લાભો ચોકકસ વિચારતા કરી દે તેવા છે.

(૧) એશિયાનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર ગુજરાતમાં બને. (૨) લાખો હેકટર બંજર જમીનને નવ પલ્લવિત કરી શકાશે અને ખેતીવાડી માટે ઉપાયોગમાં લઈ શકાશે.(૩) નજીવા ખર્ચ દ્વારા લાખો હેકટર બંજર જમીનને કુદરતી કેનાલ દ્વારા બારમાસી પાણી ઉપલબ્ધ થશે. (૪) સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્ત્।ર ગુજરાતના અછતગ્રસ્ત વિસ્તારોને પાઈપલાઈન દ્વારા પાણી પહોંચાડવાનો કાયમી ઉકેલ મળી જાય. (૫) કૃષિ આધારિત ઉદ્યોગો થકી હજારો અનસ્કિલ્ડ લોકોને રોજગારી આપી શકાય.(૬) વિકાસ થતાં જ આ વિસ્તારની વેલ્યૂમાં પણ વધારો થઈ જશે.(૭) મત્સ્ય ઉદ્યોગને મોટાપાયે ફાયદો થાય. (૮) ઈકો ટૂરિઝમ અને ટૂરિઝમ ઇન્ડસ્ટ્રીઝથી મોટાપાયે રોજગાર સર્જન.(૯) પક્ષીઓ માટે અને ખાસ કરીને માઈગ્રેટેડ બર્ડ માટે નવો જ પ્રદેશ વિકસી જાય.(૧૦) જમીનની ખારાશ દૂર થાય તો ગૌચર વધે અને પશુ પાલન તથા ડેરી ઉદ્યોગનો પણ વિકાસ થાય. (૧૧) સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ ઉત્ત્।ર ગુજરાતનો પીવાનાં પાણીનો પ્રશ્ન ઉકેલી શકાય.(૧૨) સોલર એનર્જી નો વિકાસ થાય. (૧૩) જમીનનો વિકાસ થશે તો ઈન્ડસ્ટ્રીનો પણ વિકાસ થશે.(૧૪) ગુજરાતના સૌથી પછાત અને ઓછી આવકવાળા પંદર લાખ લોકોને નવી રોજગારી મળશેઃ સમગ્ર વિસ્તારનો થશે સામૂહિક વિકાસ.(૧૫) વિન્ડ એનર્જી નો વિકાસ થાય.(૧૬) કચ્છનું નાનું રણ વાઈબ્રન્ટ ગુજરાતનો વાઈબ્રન્ટ ભાગ બની જશે.(૧૭) ઉકકળાટ અને ગરમીથી રાહત મળશે.(૧૮) નર્મદા ડેમનું હજારો અબજો ગેલન મીઠું પાણી દરિયામાં વહી જતું અટકાવી શકાય. રણ સરોવર એટલે નર્મદા –૨ (૧૯) રણ સરોવર દ્વારા સમગ્ર કચ્છ પંથકને ગ્રીન બેલ્ટમાં પરિવર્તિત કરી શકાય.(૨૦) કચ્છ, ઉત્ત્।ર ગુજરાત, સૌરાષ્ટ્રમાં થતા વરસાદમાં વધારો થાય. (૨૧) કંડલા પોર્ટ, નવલખી પોર્ટ અને તુણા પોર્ટની ઉંડાઈ ઓછી થતી અટકશે. (૨૨) ઓલિવની ખેતી માટે અનુકુળ વાતાવરણ (૨૩) કચ્છના નાના રણના જમીન વિસ્તારનો પણ સદુપયોગ થાય તેમ છે.

અગરીયાઓનું જીવન  ધોરણ વધુ સુધારી શકાય

દિર્ઘદ્રષ્ટા જયસુખભાઈએ આપેલ અમુલ્ય સુચન મુજબ 'રણ સરોવર' બાદ ત્યાં વસવાટ કરતા અગરીયાઓનું જીવન ધોરણ ઘણું બધું સુધારી શકાય છે. હાલમાં મીઠું પકવતા અગરીયાઓ ભયાનક કષ્ટદાઈ અને કપરી પરીસ્થિતિનો સામનો કરીને ગુજરાન ચલાવે છે. જો આ અગરીયાઓને રણ સરોવર બન્યા બાદ માછલી પકડવાના સ્વતંત્ર રાઈટ્સ, ટુરીઝમના સ્વતંત્ર રાઈટ્સ અથવા ખેતી માટેની અનુકૂળ ફ્રીઓફ જમીન આપવામાં આવે તો આ અગરીયાઓનું જીવન ધોરણ અનેક ગણું સુધરી શકે.

ઘુડખરોનું જીવન વધુ સલામત થશે

'રણ સરોવર' બન્યા બાદ ઘુડખરોનું જીવન પણ વધુ સલામત થશે, કારણ કે હાલ અને બંજર જમીનને કારણે ઘુડખરોને ગ્રામ્ય વિસ્તારમાં ખોરાક માટે જવું પડે છે અને ગ્રામજનોનો સામનો કરવો પડે છે. જો રણ સરોવર બને તો તેમાં રહેલા ટાપુ (ટેકરીઓ) ઉપર પુરતા પ્રમાણમાં ઘાસચારો મળી રહે અને સલામત –સાનુકૂળ વાતાવરણ ઉભું થશે અને ઘુડખરોને ખોરાક માટે આમતેમ ભટકવું નહીં પડે.

સૌરાષ્ટ્ર રત્ન, પાટીદાર મહાપદમ, પાટીદાર રત્ન એવા અનેક બિરૂદોથી સન્માનીત કરાયેલ જયસુખભાઈ હર હંમેશ સમાજ અને રાષ્ટ્ર હિત માટે કાર્યરત રહે છે. આવા સેવાકીય કાર્યોની સાથે સાથે સ્ત્રી સશકિતકરણ માટે અજંતા -ઓરેવા ગ્રુપથી મોટું જીવંત ઉદારણ સંપૂણ દેશમાં મળવું મુશ્કેલ છે. અહીંયા આશરે ૫૦૦૦ મહીલા કર્મચારીઓ પ્રત્યક્ષ રોજગારી મેળવે છે. માર્કેટીંગ, એકાઉન્ટીંગ, બેંકીંગ, ઈમ્પોર્ટ – એકસપોર્ટ, R&D, તેમજ પ્રોડકશન ને જોડતા દરેક વિભાગો માં મહિલાઓ પોતાની કાર્યક્ષમતાનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ પુરૂ પાડે છે.

'રણ સરોવર'ના સેવા યજ્ઞમાં જયસુખભાઈ દ્વારા અગાઉ બે પુસ્તક પ્રકાશીત થઈ ચુકયા છે, અને તેમની ત્રીજી આવૃત્તિ પણ હાલમાં પ્રકાશીત થઈ ચુકી છે. 'રણ સરોવર'નો વિસ્તૃત અને ટેકનિકલ સચોટ ચીતાર આ ત્રીજી આવૃત્ત્િ।માં વિસ્તારપૂર્વક દર્શાવેલ છે.

ત્રીજી આવૃત્ત્િ। નીચેની LINK માં ઉપલબ્ધ છે.

https://oreva.com/pdf/RANN-SAROVAR-THIRD-EDITION.pdf

બહુજન હિતાય બહુજન સુખાય વાકયને ચરીતાર્થ કરતા આ 'રણ સરોવર'ના સેવાકીય યજ્ઞ ની ખુબજ ઝડપથી શરૂઆત થાય એવી દરેક ગુજરાતીઓની  અભિલાશા છે.

(1:32 pm IST)