Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

ભાજપ પ્રદેશ મહિલા મોરચાએ પોરબંદરમાં નેશનલ હેન્ડલુમ દિવસની અનોખી ઉજવણી કરી

(વિજય વસાણી દ્વારા) આટકોટઃ તા.૯, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીની સરકારના પાંચ વર્ષ થયા છે. જેના ભાગરૂપે સતત નવ દિવસ અનોખા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે આજે પોરબંદરમાં પ્રદેશ મહિલા મોરચા અને તેમની ટીમ દ્રારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મસ્થાન કીર્તિ મંદીર  ખાતે બાપુ અને કસ્તુરબાના આશિર્વાદ લઈ શરૂઆત કરવામાં આવી હતી પ્રદેશ મહિલા મોરચાના સદશ્ય જ્યોતિબેન મસાણી અને તેમની ટીમે માણેક ચોક ખાતે કાર્યક્રમ કરી ખાદીની શાલ અને રૂમાલનું વિતરણ કરેલ હતું.

 આજે નેશનલ હેન્ડલુમ દિવસની ઉજવણીમાં ખાદીના રૂમાલ અને ખાદીનીં શાલનું મોટાપાયે વિતરણ કરી શરૂઆત કરવામાં આવી હતી.

 આ કાર્યક્રમમાં જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કિરીટભાઈ મોઢવાડીયા  મહિલા મોરચા કારોબારી સદસ્ય જ્યોતિબેન મસાણી, જિલ્લા મહામંત્રી અશોકભાઈ મોઢા, શહેર પ્રમુખ પંકજભાઈ મજીઠીયા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ નિલેશભાઈ મોરી, નગરપાલિકા એકજીક્યુટિવ કમિટીના ચેરમેન શૈલેષભાઇ જોશી ખાસ ઉપસ્થિત રહયા હતા.

આગામી દિવસોમાં પ્રદેશ મહિલા મોરચા મહિલા સંગઠન મજબૂત બનાવવા જ્યોતી બેન મસાણીએ જણાવેલ હતું આજના કાર્યક્રમમાં અનેક લોકોએ લાભ લીધો હતો. 

(1:32 pm IST)