Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

મોરબીના ટીંબડી પાટિયા નજીક લેબર કવાર્ટરમાં શ્રમિકનો આપઘાત

મોરબી તા ૯: મોરબીના ટીંબડી પાટિયા નજીક આવેલ ફેકટરીના લેબર કવાર્ટરમાં શ્રમિક યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોય જે બનાવની નોંધ કરી પોલીસે વધુ તપાસ ચલાવી છે

સનરેકસ ફેબ્રિકેશન કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા જગન (અંદાજે ઉ.વ.૩૩) નામના શ્રમિક યુવાને આપઘાત કર્યો છે જે બનાવને પગલે મોરબી તાલુકા પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

માળીયા (મી) પંથકનો

બુટલેગર પાસા હેઠળ જેલહવાલે.

માળીયા (મી.) પોલીસ સ્ટેશન હેઠળ પ્રોહીબીશન ગુન્હામાં સંડોવાયેલ શખ્સને પાસા હેઠળ વડોદરા જેલમાં ધકેલી દેવાયો છે. બુટલેગર દશરથસિંહ ઉર્ફે દશુભા મનહરસિંહ ઉર્ફે સુખુભા જાડેજા (ઉ.વ.૨૪, રહે.વિવેકાનંદનગર, મોટા દહીસરા ગામ) વિરુદ્ધ પાસા પ્રપોઝલ તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીને મોકલતા જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીએ આ ઇસમને પાસા તળે અટકાયત કરવા હુકમ કરતા માળીયા મી. પોલીસે જરૂરી કાર્યવાહી કરી વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપ્યો હતો.

નવલખી રોડનો યુવાન ગુમ

મોરબીના નવલખી રોડ પર લાયન્સનગરમાં રહેતા મીનાબેન વાલજીભાઈ ચાવડા (ઉ.વ.૫૦) બી ડીવીઝન પોલીસ મથકમાં જણાવ્યું છે કે તેનો પુત્ર ધીરજ ચાવડા (ઉ.વ.૨૨) વાળો ગત તા. ૨૯-૦૭ ના રોજ ઘરેથી કોઈને કહ્યા વિના જતો રહ્યો છે યુવાને ધોરણ ૧૦ સુધી અભ્યાસ કરેલ હોય અને તે હોમલોન કરાવવાનું કામ કરતો હતો જે યુવાન ગુમ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

છરી સાથે ત્રણ ઈસમો ઝડપાયા

માળિયા પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન વવાણીયા ગામથી ચમનપર ગામ જવાના રસ્તેથી આરોપી વિરમ નુરાલી મોવર રહે ત્રણ રસ્તા પાસે માળિયા, સદામ રમજાન કટીયા રહે ઈમામ ડેલા પાસે માળિયા અને અવેશ અલ્લારખા માલાણી રહે વિશાલ હોટલ પાસે માળિયા એમ ત્રણ ઇસમોને છરી સાથે ઝડપી લઈને ત્રણેય વિરુદ્ધ જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીના જાહેરનામાં ભંગનો ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

વીસીપરામાં મહિલા

સંચાલિત જુગારધામ ઝડપાયું

વીસીપરામાં આવેલ રમેશ કોટન મીલની ચાલીમા રહેતી મુમતાજબેન ઇરફાનભાઇ સુમરા પોતાના કબ્જાઆ ભોગવટાવાળા મકાનમા જુગારનો અખાડો ચલાવે છે. આ પ્રકારની બાતમી મળતા એ મહિલાના મકાનમાં પોલીસે રેઇડ કરી હતી અને પોલીસે જુગાર રમતા મુમતાજબેન ઇરફાનભાઇ સુમરા, મયુરભાઇ ગીરધરભાઇ જંજવાડીયા, મુસ્તાકભાઇ હુસેનભાઇ સુમરા, સોહીલભાઇ રસુલભાઇ સુમરા, મનીશભાઇ ચંદુભાઇ સાંતલીયા, કાસમભાઇ હુસેનભાઇ સુમરા, શબીરભાઇ સલીમભાઇ દલ, રજીયાબેન કાસમભાઇ સુમરાને રોકડા રૂપીયા ૩૩,૩૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

(1:31 pm IST)