Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

ગુપ્ત ધનની લાલચમાં શિવ મંદિરમાં તોડફોડ કરનાર પ ઝડપાયા

થાનગઢ તાલુકાના જામવાડીની સીમમાં આવેલ ''મુની દેવળ શિવમંદિર''માં તોડફોડના ગુન્હામાં ચોટીલા પંથકના આરોપીઓ સામે કાર્યવાહી : પ ની શોધખોળ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૯ :  સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢ તાલુકાનાં જામવાડીની સીમમાં આવેલ પૌરાણીક ''મુની દેવળ શિવમંદિર''માં તોડફોડ કરનારા પ ઝડપાયા છે. ગુપ્ત ધનનની લાલચમાં આ કૃત્ય કર્યાનું ખુલ્યુ છે.

સંદીપ સિંધ સાહેબ નાયબ પોલીસ મહાનીરીક્ષક શ્રી રાજકોટ વિભાગ રાજકોટનાઓના સીધા સુપરવિઝન હેઠળ પોલીસ અધિક્ષક  મહેન્દ્ર બગડીયા સાહેબે ગુન્હાવાળી જગ્યાની વીઝીટ કરી ''બનેલ બનાવવાળુ મુની દેવળ શિવ મંદિર અતિપ્રાચીન આશરે ૧૧૦૦ વર્ષ પુરાણુ હોય, લાખો હિન્દુ ધર્મપ્રેમીઓની ધાર્મિક આસ્થાનુ પ્રતિક હોય, જેથી સદર અનડીટેકટ ગુન્હો શોધી કાઢી સદર બનાવમાં સંડોવાયેલ તમામ આરોપીઓને તાત્કાલીક પકડી પાડવા એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર શ્રી ડી.એમ.ઢોલ સાહેબ તથા એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેકટર શ્રી બી.એમ.રાણા સાહેબને વિગતવારની સુચના માર્ગદર્શન આપ્યું હતું.         પોલીસે રમેશભાઇ નટુભાઇ પીપળીયા પ્રજાપતિ ઉ.વ.૩૯ રહે.ચોટીલા નાના પાળીયાદ રોડ ફોરેસ્ટ કવાટર્સની સામે તા.ચોટીલા, ગોરધનભાઇ હકાભાઇ ઝાપડીયા કોળી ઉવ.૩૫ રહે,ચોટીલા પરમેશ્વર સોસાયટી ઘ્ફઞ્ પંપની સામે તા.ચોટીલા, રાજુભાઇ રણછોડભાઇ કોલાદરા ચુ.કોળી ઉવ.૨૬ રહે.ચોટીલા મોટી વાડી ઓનેસ્ટ હોટલની બાજુમા તા.ચોટીલા , દલસુખભાઇ નાગજીભાઇ મકવાણા ત.કોળી ઉવ.૨૮ રહે.ચોટીલા નાના પાળીયાદ રોડ ફોરેસ્ટ કવાટર્સ ની બાજુમા, મેહુલભાઇ ધનજીભાઇ મગવનીયા જાતે.ચુ.કોળી ઉવ.૧૮ ધંધો મજુરી રહે,કુંભારા તા.ચોટીલાની ધરપકડ કરી છે.

જયારે  અજીતભાઇ કાળુભાઇ પંચાળા ચુ.કોળી રહે.ઢેઢુકી તા.સાયલા, જગાભાઇ રાવળ રહે.બહુચરાજી, મહેશ ઉર્ફે ભુરો દિનેશભાઇ મદ્રાણીયા કોળી રહે.કુંભારા તા.ચોટીલા, વિપુલ ઉર્ફે મોરલી મેર રહે. મોટી વાડી ચોટીલા તા.ચોટીલા, રવિ માવજીભાઇ દેત્રોજા ચુ.કોળી રહે.કુંભારા તા.ચોટીલાની શોધખોળ હાથ ધરાઇ છે.

આ કામગીરી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી. સુ.નગર તથા પો.સબ.ઇન્સ.શ્રી વી.આર.જાડેજા તથા એ.એસ.આઇ. વાજસુરભા લાભુભા તથા જુવાનસિંહ મનુભા તથા ભુપેન્દ્રભાઇ જીણાભાઇ તથા પો.હેડ.કોન્સ. અમરકુમાર કનુભા તથા પો.કોન્સ. અશ્વીનભાઇ ઠારણભાઇ બી.એમ.રાણા પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી.સુરેન્દ્રનગર તથા એ.એસ.આઇ. રવિભાઇ રાણાભાઇ તથા દાજીરાજસિંહ ડાયાભાઇ તથા ડાયાલાલ મગનભાઇ તથા પો.હેડ.કોન્સ. મહીપતસિંહ હેમંતસિહ તથા હરદેવસિંહ જીલુભા એ કરી હતી. 

(1:28 pm IST)