Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

જુનાગઢ જિલ્લામાં ૮ સ્થળે જુગાર રમતા ૧૧ મહિલા સહિત ૪૯ શખ્સો ઝબ્બે

જુનાગઢ તા. ૯ : જુનાગઢ જીલ્લામાં ૮ સ્થળે પોલીસે દરોડા પાડીને ૧૧ મહિલા સહિત ૪૯ શખ્સોને રૂ.ર૭૯૧ લાખના મુદામાલ સાથે જુગાર રમતા ઝડપી લેતા જુગારી આલમમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

જુનાગઢ શહેર-જિલ્લામાં જુગાર સહિતની અસામાજિક પ્રવૃતિને નેસ્ત નાબુદ કરવા ડિઆઇજી મનીદર પ્રતાપસિંહ પવાર અને એસ.પી.રવિ તેજા વાસમ સેટ્ટીની સુચનાથી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, જે.બી.ગઢવી વગેરેના માર્ગદર્શન મુજબ પોલીસે જુગારીઓ સામે ધોંસ બોલાવી હતી.

જેમાં માળીયામાં પી.એસ.આઇ.એ.વી. દત્તા સહિતના સ્ટાફે મેઘલ નદીના સામાકાંઠા વિસ્તારમાંથી ૧૪ જુગારીની રૂ.૧,પ૭,પ૬૦ ના મુદામાલ સાથે ધરપકડ કરી સપાટો બોલાવ્યો હતો.

જયારે બાંટવા પોલીસે બે સ્થળેથી ૧૧ મહિલા સહિત ૧ર શખ્સોને રૂા૩૧૬૦ સાથે તેમજ વિસાવદર ખાતેથી સ્થાનિક પોલીસે ૬ જુગારને રૂ. ૭૬,૬૭૦ સાથે તથા માણાવદરમાંથી ૬ જણાને રૂ.૧રર૬૦ સાથે પોલીસે જુગાર રમતા પકડી પાડયા હતા.

તેમજ વંથલીના ધંધુસસરમાંથી ૩ વ્યકિતને રૂ.પપ૬૦ સાથે, શીલમાંથી બે જણાને રૂ.૧૧૦૦૦ તેમજ ચોરવાડના જાહેરમાં જુગાર રમતા ૬ ઇસમોને પોલીસે  રૂ.૩પ,પ૦૦ સાથે ઝડપી લીધા હતા.(

(1:26 pm IST)