Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

પ્રથમ શ્રાવણી સોમવારે ઓનલાઇન શિવજીની આરાધના કરતી જામનગર હિન્દુ સેના

જામનગર :  ઈન્દિરા માર્ગ પર આવેલ પંજાબી ફૌજી ધાબાની પાછળ કરોડપતિ હનુમાન મંદિર ખાતે હિન્દુ સેના દ્વારા ઓનલાઇન શિવજીની આરાધનાનો કાર્યક્રમ આજરોજ યોજાયો જેમાં હિન્દુસ્તાન આર્મી દ્વારા હિન્દુ સેના ની એક બટાલીયન દ્વારા દેશ-વિદેશ તેમજ ભારતના અનેક રાજ્યો અને ગુજરાતના જિલ્લાઓમાં શિવ સ્તુતિ તેમજ ઓમ નમઃ શિવાયના મંત્ર જાપ આધુનિક યુગમાં ઇન્ટરનેટ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરી શિવ નોંધ ને ગુંજતો કરવાનો હિન્દુ સેના દ્વારા અથાક પ્રયાસ થઈ રહ્યોં છે જેમાં આજરોજ હિન્દુ સેના ગુજરાત અધ્યક્ષ પ્રતીક ભટ્ટની ઉપસ્થિતિ સાથે ધીરેન નંદા, રોહિત ઝાલા, દિપક સાગઠીયા, કુલદીપ જાડેજા,  મયુર ચંદન, રણજીત સિંહ રાઠોડ, રવિ રાઠોડ,  પ્રશાંત ડાભી, જયેશ પિલ્લેઇ,સહિતના સૈનિકો ઓનલાઇન શિવજીની આરાધનામાં જોડાયા હતા.(અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્વીરોઃ કિંજલ કારસરીયા, જામનગર)

(1:24 pm IST)