Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

ધોરાજીમાં ઉડતી ધૂળથી કંટાળીને વેપારીઓ દ્વારા ચક્કાજામ

પાલિકા તંત્રએ વરસાદમાં પડી ગયેલા ખાડા બુરવા માટે ધૂળનો ઉપયોગ કર્યો છે તે પવનના કારણે ધૂળની ડમરી રૂપે ઉડે છે જેથી તંત્ર દ્વારા તાકીદે યોગ્ય કરવાની માંગ સાથે વેપારીઓમાં આક્રોશ

(ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી, તા. ૯ :. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પાલિકા તંત્ર દ્વારા વરસાદ બાદ રોડ ઉપર પડેલા ખાડા બુરવા માટે જીણી માટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે પવનના કારણે આખો દિવસ ડમરી રૂપે ઉડયા કરે છે. જેનાથી વેપારીઓને અને રાહદારીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. જેનાથી કંટાળીને આજે વેપારીઓએ રસ્તા ઉપર ચક્કાજામ કરીને તંત્ર સામે આક્રોશ વ્યકત કર્યો છે.

જેતપુર રોડ પર વરસાદના કારણે પડી ગયેલા ખાડાઓ બુરવા માટે જીણીનો માટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ રસ્તા ઉપરથી જ્યારે વાહન પસાર થાય છે ત્યારે આ માટી ડમરી રૂપે ઉડે છે અને વેપારીઓ તથા રાહદારીઓને ભારે મુશ્કેલી પડી રહી છે.

આ સમસ્યાથી કંટાળીને જેતપુર રોડના વેપારીઓએ તંત્રને જગાડવા માટે રસ્તા ઉપર ચક્કાજામ કરીને આક્રોશ ઠાલવ્યો હતો. ચક્કાજામ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.(૨-૧૪)

(12:36 pm IST)