Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

ચોટીલાના રાજાવાડ ગામની સીમમાં ૨૩ લાખનો દારૂ બિયર ભરેલ કન્ટેનર ઝડપાયું

વઢવાણ,તા. ૯ : એલ.સી.બી. ટીમ દ્વારા ચોટીલા પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન પો.ઇન્સ.ડી.એમ.ઢોલને હકીકત મળેલ કે બળવંત જીવણભાઇ સાપરા રહે.હરીધામ સોસાયટી, ચોટીલા મુળ રહે.રાજપર તા.વઢવાણ તથા વિકાશ કેશુભાઇ કોળી રહે.રૂપાવટી તા.ચોટીલા તથા અજય ઉર્ફે બાદશાહ અનુભાઇ મેર રહે.નારીયેળી તા.ચોટીલા વાળાઓએ ભેગા મળી ટાટા ટેલર (ગાડીઓ ભરવાનું બંધબોડીનું કન્ટેનર) ન. આર.જે-૧૪-જીસી-૩૧૯૩ વાળામાં વિદેશી દારૂનો મોટો જથ્થો મંગાવી, ચોટીલા-થાનગઢ રોડ ઉપર ઝરીયા મહાદેવ મંદીર જવાના રસ્તાની સામે રાજાવાડ ગામની સીમના વીડ વિસ્તારમાં ઉતારી અન્ય વાહનો મારફતે કટીંગ કરવાની પ્રવૃતિ ચાલુમાં છે.

જે હકીકત આધારે છાપો મારતા આરોપી બાબુલાલ શંકરલાલ મીણા રહે.દેવકા હરવાડા, પોસ્ટચદવાની તા.આમેર જી.જયપુર રાજય રાજસ્થાન વાળાને ટાટા કંપનીનું મારૂતી ટેલર રજી. નંબર આર.જે.-૧૪ જીસી-૩૧૯૩ વાળામાં બનાવેલ ખાનાઓમાં વિદેશી દારૂની નાની મોટી બોટલો (૧) હતી TR5 સુપેરીયર વ્હીસ્કી તથા ઓરીજનલ ફલેવર વોડકા (ર) મેકડોવેલ્સ નં.૧ સુપેરીયર વ્હિસ્કી (૩) રોયલ ચેલેન્જર કલાસીક પ્રીમીયમ વ્હીસ્કી (૪) રોયલ કલાસીક વ્હીસ્કી (૫) હેવર્ડ ૫૦૦૦ સ્ટ્રોંગ બીયરની કુલ નાની મોટી બોટલો નંગ-૭૫૮૫ તથા બીયર ટીન નંગ-૬૦૦ મળી વિદેશી દારૂ કુલ કી.રૂ.૨૨,૮૭,૮૦૦/- તથા કન્ટેનર ર, નંબર આર.જે.-૧૪-જીસી-૩૧૯૩ કી.૧૫,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૨ કી.રૂ.૫૫૦૦/- તથા રોકડા રૂ.૨૧૮૦/- તથા આધારકાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ તથા સદરહુ કન્ટેનરના કાગળોને લગતી ફાઇલ કી..૦૦૦૦ ટ્ટ કુલ રૂ.૩૭,૯૫,૪૮૦ ના મુદામાલ સાથે દરમ્યાન પકડી તેમજ સદરહુ વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર આરોપીઓ બળવંતભાઇ જીવણભાઇ સાપરા રહે.હરીધામ સોસાયટી, ચોટીલા મૂળ રહે રાપર તા.વઢવાણ તથા વિકાશ કેશુભાઇ કોળી રહે.રૂપાવટી તા.ચોટીલા તથા અજય ઉર્ફે બાદશાહ અનુભાઇ મેર રહેનારીયેળી તા.ચોટીલા તેમજ સદરહુ વિદેશી દારૂનો જથ્થો મોકલનાર આરોપી નં.પ રામકુમાર જાટ રહે.રીંગસ જી.સીકર (રાજસ્થાન) વાળા રેઇડ દરમ્યાન હાજર નહી મળી આવતા તમામ મુદામાલ કબ્જે કરી ગુનો કરેલ હોય જે તમામ ઇસમો વિરૂધ્ધ પ્રોહી ધારા મુજબ ચોટીલા પો.સ્ટે ખાતે ગુનો રજી કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.

એલ.સી.બી. ટીમ સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ. ઢોલ તથા પો.સબ.ઇન્સ. વી.આર.જાડેજા તથા એ.એસ.આઇ. વાજસુરભા લાભુભા તથા જુવાનસિંહ મનુભા તથા પો.હેડ.કોન્સ અમરકુમાર કનુભા તથા ચમનલાલ જશરાજભાઇ તથા પો.કોન્સ. દીલીપભાઇ ભુપતભાઇ તથા સંજયભાઇ પ્રવિણભાઇ તથા જયેન્દ્રસિંહ જેઠીભા એ રીતેની ટીમ દ્વારા સચોટ બાતમી આધારે રેઇડ કરી ભારતીય બનાવટની વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પ્રોહીબીશનની સફળ કવોલીટી કેસ શોધી કાઢેલ છે.

(12:20 pm IST)