Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

વર્ષોથી સડલા અને આસપાસના ગામોના વિદ્યાર્થીઓને મુશ્કેલી

કોવીડને કારણે ધો.૧૦મા તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરવાની સાથે સૌથી વધુ વિદ્યાર્થીઓ પાસ થયા છે પરંતુ શિક્ષણ વિભાગની બેદરકારી છે કે ધો.૧૧ના વર્ગોની અને શિક્ષકોની સંખ્યા વધારવામાં આવતી નથી. મુળી તાલુકાના સડલા ગામમાં આવેલી ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધો.૧૧માં પ્રવેશ લેવા માટે આવેલા વિદ્યાર્થીઓ પૈકી ૫૦ થી વધુ વિદ્યાર્થીઓ ધો.૧૧માં પ્રવેશથી વંચીત રહેતા તેમના શિક્ષણને લઇને અનેક પ્રશ્નો ઉભા થયા છે.

સડલા ગામમા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધો.૧૧માં પ્રવેશથી વંચીત ૫૦ થી વધુ વિદ્યાર્થીઓની રજૂઆત કરવા માટે સ્થાનિક આગેવાનો શાળાના આચાર્ય પાસે આવ્યા હતા. અહી ધો.૧૧માં પ્રવેશથી વંચીત ૫૦ થી વધુ વિદ્યાર્થીઓની રજૂઆત કરવા માટે સ્થાનિક આગેવાનો શાળાના આચાર્ય પાસે આવ્યા હતા. અહી ધો.૧૧નો એક વર્ગ છે અને તેમા ૭૫ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો છે પણ બીજા વર્ગની મંજૂરી ન મળવાને કારણે અન્ય ૫૦ વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચીત છે. આ શાળામાં માત્ર વર્ગખંડની જ નહી પણ શિક્ષકોની પણ ઘટ છે જેને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખુદ શાળાના આચાર્ય સ્વીકારે છે કે તેમની શાળામાં શિક્ષકોની ઘટ છે વર્ગખંડ પણ અપુરતા છે.

સૌથી ચોંકાવનારી વાત એ છે કે આવી સ્થિતી માત્ર એક ગામની નથી પરંતુ ગુજરાતના અન્ય ગામોમા પણ એવી જ સ્થિતી છે. આ માટે શાળાના આચાર્ય સ્વીકારે છે કે ધો.૧૦ના પરિણામ બાદ એ સ્પષ્ટ હતુ કે ધો.૧૧માં વિદ્યાર્થીઓની સંખ્યા વધશે. મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં શાળાના વર્ગો કે શિક્ષકોની સંખ્યા વધારવામાં નથી આવી. રાજય સરકાર એક તરફ એવો દાવો કરે છે કે રાજયની શિક્ષણની વ્યવસ્થા સૌથી શ્રેષ્ઠ છે. હકીકત એ છે કે રાજયમાં શિક્ષણ વિભાગની બેદરકારીને કારણે શિક્ષણનું સ્તર સતત કથળી રહ્યુ છે.

(11:35 am IST)