Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

૪ માસના વિવાન માટે ૧૬ કરોડના ફંડ માટે ચોટીલામા આહવાન

(હેમલ શાહ દ્વારા) ચોટીલા તા.૯ :  કોડીનારના આલીધર ગામના વાઢેળ અશોકભાઇ અને રક્ષાબેન ગંભીર બિમારી થી પિડાતા તેમના ચાર માસના માસુમ પુત્ર વિવાન ને અમદાવાદ લઈ જતા સમયે ચોટીલા ની મુલાકાત લીધેલ અને દેશના નાગરીકોને વિવાન ને બચાવવા માટે યોગદાન આપવા અપીલ કરી છે.

કરોડોની રૂપિયાની સારવાર ધરાવતા ખુબ જવલ્લે જોવા મળતા રોગ એવા સ્પાઇન મસ્કયુલર એટ્રોફી મેડીકલ સાયન્સ જેને એસએમએ ના નામ થી ઓળખે છે જે ગંભીર રોગ થોડા સમય પહેલા ગુજરાતના ધૈર્યરાજસિંહ ને થયેલ અને ૧૬ કરોડનું ઈન્જેકશન વિદેશ થી મંગાવી આપવું પડેલ જેની રકમ લોકો ના સહયોગ થી એકત્રિત થયેલ આ જ પ્રકારની બીમારી સામાન્ય પરિવારના ૧ એપ્રિલ ૨૦૨૧ ના માસુમ વિવાન ને થયેલ છે જેને પણ ઇન્જેકશન આપવુ પડે તેમ છે. જેના માટે બેંક એકાઉન્ટ પણ અલગ થઈ ખોલેલ છે.

ચોટીલા ખાતે વિવાનના પિતાએ કહેલ કે આ બાળક નું જીવન દેશના નાગરીકોના હાથમાં છે. મને વિશ્વાસ છે દેશવાસીઓ ૧૬ કરોડના ઇન્જેકશનની રકમની ઝોળી છલકાવી દેશે હાલ બે કરોડ રૂપિયા થયા છે હજું ૧૪ કરોડ ની જરૂર છે. મારી બે હાથ જોડી દરેક નાગરીકો ને અપીલ છે યથાયોગ આર્થિક સહયોગ આ માસુમ ની સારવાર માટે આપજો.

ચોટીલાના સેવાભાવી લોકો એ ત્રણ લાખ થી વધુનો સહકાર આપ્યો છે. ખાનગી શાળાની મુલાકાત દરમિયાન કહેલ કે

દરેક સેવાભાવી સંસ્થાઓ તેમજ યુવાનો અને લોકોએ જે દિલ ખોલી મદદરૂપ થયા છે તે સર્વેનો હું આભારી છું.ફંડ ૨ કરોડે પહોંચ્યું છે.

એકાઉન્ટ નેમ વિવાન અશોકભાઇ વાઢેળ

એકાઉન્ટ નં:-૭૦૦૭૦૧૭૧૭૧૫૧૪૨૧

IFSC  કોડ YESB0CMSNOC

(11:35 am IST)