Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

પોરબંદરમાં મોટાભાગની સ્ટ્રીટલાઇટો રાત્રે બંધ : ફરિયાદો ધ્યાને લેવાતી નથી

પોરબંદર,તા. ૯ : શહેરમાં મોટા ભાગની સ્ટ્રીટ લાઇટઓ રાજમાર્ગની તથા વોર્ડની શેરી ગલીએ છેલ્લા એક માસથી પણ વધુ સમયથી બંધ પડેલ છે અને ફરિયાદ નોંધાવતાં છતાં ધ્યાન અપાતુ નથી. તેમજ રીપેર કરવા જે નગરપાલીકાનો ખાડે ગયેલા વહીવટની ચાળી ખાય છે. ચૂંટણી સમયે નગરસેવકો મત મેળવવા મતદારોના ઘર સુધી આવે અને ચૂંટાયા પછી મતદારોની વ્યથા ભૂલી જાય છે.

ચોમાસાના કારણે બંધ પડેલ સ્ટ્રીટ લાઇટના વાયરો ઉપર વરસાદના છાંટા પડતા સોટસર્કિટ થતા અગ્નિ વર્ષા થાય છે. અને તેમાંથી તણખા ઝરે છે. કેટલાક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટના બ્રેકેટ સળી ગયેલ છે. ફરિયાદ નોંધાવતા છતાં તેનો નિકાલ થતો નથી. સ્ટ્રીટ લાઇટ આવશ્યક સેવામાં એડવાન્સ લાઇટ વેરો પણ વસૂલમાં આવે છે. તેમ છતાં બંધ પડેલ વીજ પુરવઠો પુન સ્થાપિત કરવામાં આવતો નથી. ગત એપ્રિલમાં જનરલ સભાએ માલ સામાન ખરીદવા લાખો મોટી રકમ વસૂલ કરી છે. છતા ફરિયાદ દૂર થતી નથી. હાલ શહેરના રાજમાર્ગો એમ.જી રોડ, રાણી બાગ, સાઉથ બંદર રોડ, નોર્થ બંદર રોડ, ગોપનાથ પ્લોટ રોડ, વાડિયા રોડ, ભૂતનાથ મંદિર રોડ, સિવિલ હોસ્પિટલ રોડ, શેરી ગલીઓ તેમજ માણેક ચોકથી પશ્ચિમ વિભાગમાં મોટા ભાગની શેરીઓ ઝવેરી બજાર વિગેરેની સ્ટ્રીટ લાઇટોનો ખેતલીયા મંદિર વિસ્તાર બંધ પડેલ છે.

કેટલીક સ્ટ્રીટ લાઇટના છેડા ખુલ્લા હોવાથી વરસાદના ઝાપટા પડતા અને રસ્તે પસાર થતા રાહદારીઓ કે યાંત્રિક ટુ વ્હીલર અને તેના સવારો પર પડતાં મોટો અકસ્માતનો ભય ટાળી શકાતો નથી તેમ સામાજિક કાર્યકર દિલીપભાઇ એલ. મશરૂએ જણાવેલ છે. 

(11:32 am IST)