Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

૫૪ વર્ષ જૂનું - ૪૬૩ ફૂટ લાંબુ 'એમ્યુઝમેન્ટ વર્લ્ડ' ક્રુઝ ભંગાવા માટે અલંગમાં

૧૩૦૦ મુસાફરો બેસી શકવાની અને ૧૭૫ કાર પાર્ક કરવાની ક્ષમતા

નવી દિલ્હી તા. ૯ : વિશ્વ વિખ્યાત શિપયાર્ડ અલંગ ખાતે પ્લોટ નં-૧૫માં એમ્યુઝમેન્ટ વર્લ્ડ ક્રુઝ (કેસિનો જહાજ) અલંગ ખાતે પોતાની અંતિમ મંજીલે આવી પહોંચ્યું છે. અલંગ શિપબ્રેકિંગ યાર્ડના પ્લોટ નં.૧૫માં એમ્યુઝમેન્ટ વર્લ્ડ નામનું કેસિનો ક્રૂઝ જહાજ ભંગાવવા માટે બીચ થયુ છે. દુનિયાના દરિયામાં તરતી જન્નત સમાન આ ક્રુઝ સફરો ખેડ્યા બાદ અવધિ પૂર્ણ થતાં ક્રુઝ માલિકે અલંગ ભાંગવા માટે વેચ્યું છે. અલંગમાં શીપ બ્રેકિંગ સાથે જોડાયેલા વ્યવસાયકારોમાં પણ આ ક્રુઝે ખાસ્સી ઉત્સુકતા જગાવી છે. એપ્રિલ ૨૦૨૧ના અંતમાં ન્યૂ સેન્ચ્યુરી ક્રૂઝ લાઇન્સ (એનસીસીએલ) એશિયાના સૌથી લાંબા સમય સુધી સેવા આપતા બે ક્રુઝ જહાજો-એમ્યુઝમેન્ટ વર્લ્ડ (૫૪ વર્ષ જૂના) અને લેઝર વર્લ્ડ (૫૨ વર્ષ જૂના) નિવૃત્ત્। થયા હતા. બંને જહાજોના કોરોનાવાયરસ/કોવિડ સંકટથી ક્રુઝ જહાજોના સંચાલન પર ગંભીર અસર પડી છે.

કેસિનો જહાજ તરીકે, એમ્યુઝમેન્ટ વર્લ્ડનો પ્રવાસ કાર્યક્રમ હોમપોર્ટ સિંગાપોર ખાતે પૂર્ણ થયો હતો. મોટાભાગનો સમય, એમ્યુઝમેન્ટ વર્લ્ડ સિંગાપોર સ્ટ્રેટમાં લંગર વિતાવતો હતો. પ્રસંગોપાત, મલેશિયન ટૂર ઓપરેટરો દ્વારા બોટ ચાર્ટર્ડ કરવામાં આવી હતી. છેલ્લ સિંગાપુરથી અલંગ ભંગાણ અર્થે આવી પોહચ્યું છે.

એમ્યુઝમેન્ટ વર્લ્ડ ૧૯૬૭માં (પેટ્રિશિયા તરીકે) જહાજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જહાજને ડ્રાયડોકનું બે વાર પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું - ૧૯૭૮માં (સ્મિથ ડોક કો લિમિટેડ દ્વારા ન્યૂકેસલ ઓપન ટાયન ઈંગ્લેન્ડમાં) અને ૧૯૮૮ માં (રેન્ડ્સબર્ગ જર્મનીમાં વેફર્ટ નોબિસક્રુગ એજી દ્વારા). ૧૯૯૦, ૧૯૯૪ અને ૧૯૯૭ માં નાના પુનર્નિર્માણ પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યું હતું જહાજ મૂળ રૂપે ક્રુઝફેરી તરીકે ડિઝાઇન અને બનાવવામાં આવ્યું હતું.આ જહાજની લંબાઈ 141m/463ft અને પોહળાઈ 23m/75ft છે, આ જહાજમાં ઓછામાં ઓછી મુસાફરોની ક્ષમતા ૯૪૬ તથા વધારેમાં વધારે ક્ષમતા ૧૩૦૦, ૧૭૫ કાર પાર્કિંગની ક્ષમતા, ૬ પેસેન્જર સુલભ ડેક (કેબિન સાથે ૩), પુનઃનિર્માણ બાદ ૨૫૦ કેબીન, નવીનતમ કેબીન ૩ કરવામાં આવી હતી.

(11:30 am IST)