Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

શ્રાવણ માસના પ્રથમ સોમવારે સાવરકુંડલા પાસે ગોઝારો અકસ્માતઃ હેમરાજ સાંખલા પરિવારના ૪ સહિત ૮ ના મોત: ૨ બાળકો ગંભીર

(ઈકબાલ ગોરી, વિજય વસાણી દ્વારા) સાવરકુંડલા: બાઢડા નજીક મહુવા તરફ જઈ રહેલા રાજકોટના આઈસર ટ્રક ચાલકે  કાબુ ગુમાવતા ઝૂંપડામાં સુતેલા ગરીબ પરીવારના ૯ નાં કચડાઇ જતાં કરૂણ મોત : ૨ બાળક ગંભીર : સરાણીયા પરિવાર (ગાળા)મા ભારે અરેરાટી..
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામ નજીક  ટ્રક ઝૂંપડામાં ઘુસી જતાં ગરીબ શ્રમિક પરિવારોના ૮ લોકોનાં મોત થતાં અરેરાટી વ્યાપી ગઇ છે. મહુવા તરફ જતાં મધરાતે ટ્રકચાલકે કાબુ ગુમાવતા દુર્ઘટના સર્જાય હોવાનું જાણવા મળ્યું છે.
ટ્રકચાલકે કાબુ ગુમાવતા ૧૦ ફુટનાં ખાડામાં ટ્રક ખાબક્યો હતો. નીચે ઝૂંપડા કરી સુતેલા ૮ લોકોનાં કચડાઇ જતાં કરૂણ મોત થયા છે અન્ય ૨ ગંભીર ઇજાગ્રસ્ત બાળકોને સાવરકુંડલા સિવિલ સારવાર માટે ખસેડાયા છે. સાવરકુંડલા સરકારી તંત્ર દ્વારા ઘટનાસ્થળે પહોંચી તપાસ કરાઇ રહી છે.
આ અંગે ના મળતા અહેવાલ એવા પ્રકારના છે કે સાવરકુંડલાથી દસ કિલો મીટર  દૂર આવેલ બાઢડા ગામથી પસાર થતું  આયસર ટ્રકના ચાલકને સંભવતઃ  ઝોલું આવી જતાં   કાબુ ગુમાવ્યો હતો   સુતેલા સરાણીયા પરિવાર ના ( ગાળા) વ્યક્તિ ઓ ઉપર ફરી જવા થી આ ગોજારા અકસ્માત ની ઘટનામાં ૮ વ્યક્તિના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત  નિજપેલ હતા અને ૨ બાળકો ગંભીર રીતે ઘાયલ થયેલ હતા.  
આ ગમખ્વાર અકસ્માત ની ઘટનામાં ઘાયલ થયેલ ૨ બાળકોને વધુ સારવાર અર્થે અમરેલી રીફર કરેલ હતા અને મૃતકોને  પી એમ માટે પણ અમરેલી ખસેડવામાં આવેલ હતા આ અકસ્માતની જાણ થવાથી મામલતદારશ્રી દેસાઈ, સાવરકુંડલા ટાઉન અને તાલુકા પોલીસ અધિકારીઓ અને સ્ટાફ તેમજ તાલુકા પંચાયતના ટીડીઓ સ્ટાફ દોડી ગયેલ હતા અને  તુરત વ્યવસ્થા કરી હતી.
મળતી વિગતો મુજબ સાવરકુંડલાના બાઢડા ગામ નજીક રેલવે ફાટક પાસે હોટેલ દત્ત પાસે ઝૂંપડું બાંધીને રહેતા પરીવારોને મોડી રાત્રે  ટાટા 909 GJ 18 H 9168ના રાજકોટના ડ્રાઈવર પ્રવીણ દેવા પરમારે અકસ્માતે ટાટા 909 પરનો કાબૂ ગુમાવતા ઝૂંપડું બાંધીને રહેતા પરીવાર પર ત્રાટક્યો હતો ને ભર ઊંઘમાં સુતેલા ૮ વ્યક્તિઓને કાળ ભેટી ગયો હતો. જેમાં બે માસૂમ બાળકોને ગંભીર ઇજાઓ થઈ હતી. ગંભીર દુર્ઘટનાની જાણ પોલીસ અને તંત્રને થતા જ સાવરકુંડલા ટાઉન, રુરર અને વંડા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી ને ત્વરિત ૧૦૮ને જાણ થઈ જતા સાવરકુંડલા, વિજપડી, ખાંભા, રાજુલા, બગસરા, ચલાલા, સહિતની ૧૦૮ એમ્બ્યુલન્સ પહોંચી ગઈ હતી ને તમામ ૮ મૃતકોને સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે સિવિલ હોસ્પિટલમાં ડોકટર હાર્દિક બોરીસાગર અને સ્ટાફ હાજર હતો ને બે ઇજાગ્રસ્ત બાળકોને પ્રાથમિક સારવાર આપીને અમરેલી વધુ સારવાર અર્થે રીફર કરવામાં આવ્યા હતા
આ ઘટનાની જાણ થતાં જ મામલતદાર એમ.બી.દેસાઈ, નાયબ મામલતદાર પાનસૂરીયા, સાવરકુંડલા ટીડીઓ સ્ટાફ સાથે પ્રથમ ઘટનાસ્થળે બાદ સિવિલ હોસ્પિટલમાં પહોંચીને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
મામલતદાર દેસાઈએ વિગતો આપતા જણાવ્યું હતું કે મૂળ બગસરા પંથકના આ શ્રમિકો રોજગારી માટે બાઢડા નજીક રહેતા હતા તેઓ આ  ગંભીર દુર્ઘટનાનો ભોગ બન્યા હતા જેમાં ૮ વ્યક્તિઓના ઘટનાસ્થળે મોત થયા છે ને જ્યારે અન્ય ૨ બાળકો ઇજાગ્રસ્ત થતા અમરેલી રીફર કરવામાં આવ્યા છે. જ્યારે અકસ્માત સર્જનાર ચાલકને પોલીસે પકડી પાડ્યો હોવાનું મામલતદાર દેસાઈ એ જણાવ્યું હતું..
બાઢડાના સ્થાનિકો દ્વારા ગંભીર દુર્ઘટના અંગે જણાવ્યું હતું કે અકસ્માત સર્જાયા બાદ ડ્રાઈવરે પણ મૃતકોના શબ કાઢવામાં મદદ કરી હતી.
ટાટા ટ્રક હોટેલની પાછળના ભાગે ઘુસી ગયો હતો. બાઢડાના સ્થાનિકો પણ તંત્રની વ્હારે આવી ગયા હતા જ્યારે હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર વિભાગમાં તમામ મૃતકોની લાશો રાખ્યા બાદ મામલતદાર દ્વારા અમરેલી જિલ્લા તંત્રમાં જાણ કરીને તમામ મૃતકોના શબને પીએમ માટે અમરેલી ખસેડવામાં આવ્યા હતા.
અમરેલીના એસપી નિરલિપ્ત રાય પણ અકસ્માતના ઘટના સ્થળની મુલાકાત કરી હતી.
મૃતય પામનારામાં વિરમભાઈ છગનભાઇ રાઠોડ ઉ.વ.આ.35
૨- નરશીભાઈ વસનભાઈ સાંખલા ઉ.વ.આ. 60
૩-નવઘણભાઈ વસનભાઈ સાંખલા ઉ.વ.આ. 65
૪-હેમરાજભાઈ રધાભાઈ સોલંકી ઉ.વ.આ.37
૫- લક્ષમીબેન હેમરાજભાઈ સાખલા ઉ.વ. 30
૬-સુકનબેન હેમરાજભાઈ સાખલા ઉ.વ.આ. 13
૭-પૂજાબેન હેમરાજભાઈ સાખલા ઉ.વ.આ 8
૮- લાલાભાઈ ઉર્ફે દાદુભાઈ ડાયાભાઇ રાઠોડ 20
અકસ્માતમાં ઇજાગ્રસ્ત
૧-લાલાભાઈ હેમરાજભાઈ સોલંકી ઉ.વ.આ.3
૨-ગીલીભાઈ હેમરાજભાઈ સોલંકી ઉ.વ.આ.7
મૃત્યુ પામેલ 8 વ્યક્તિઓ તથા ઇજા પામેલ 2 મળી કુલ 10 વ્યક્તિઓને સિવિલ હોસ્પિટલ અમરેલી ખાતે 108 મારફત આગળની કાર્યવાહી માટે મોકલવામાં આવેલ હતા ને શ્રાવણ માસના પ્રથમ સોમવારે સર્જાયેલી દુર્ઘટનાથી સાવરકુંડલા શહેર તાલુકામાં અરેરાટી વ્યાપી ગઈ હતી

(11:10 am IST)