Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

મોજશોખ માટે ૧૧ બાઇકો ચોરી :

અંજાર પોલીસે ચાર યુવાનોની ગેંગ ઝડપી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૯ : યુવા વયે મોજશોખ માટે ગુનાખોરીને રવાડે ચડનાર ચાર યુવાનો અંતે જેલના સળીયા પાછળ ધકેલાયા છે. પૂર્વ કચ્છમાં અંજાર પોલીસે ધડાકો કરી એક સાથે ૧૧ ચોરાઉ બાઈકો સાથે ચાર આરોપીઓની ગેંગ ઝડપી પાડી છે.

શહેરમાં ત્રણ બાઈક વેચવાની પેરવી કરી રહેલ ચાર યુવાનો અંગે અંજાર પીઆઈ એમ.એન. રાણાને માહિતી મળતાં તેમણે પોતાની ટીમ સાથે ચારેય યુવાનોને દબોચી પૂછપરછ હાથ ધરતાં એક સાથે ૧૧ બાઈક ચોરી કરનાર ગેંગનો પર્દાફાશ થયો હતો.

પોલીસે અંજારમાં જ રહેતા ચારેય આરોપીઓ સિદ્ઘરાજસિંહ હરૂભા જાડેજા, સમીર આબુબકર સિંગોરા, રિયાઝ ઈબ્રાહિમ બુકેરા, આરીફ રઝાક પઠાણની ધરપકડ કરી છે. આ યુવાનો મોજશોખ માટે ચોરીને રસ્તે ચડ્યા હતા તેમણે અંજાર, ભુજ અને ગાંધીધામમાંથી બાઈક ચોરી કરી હતી.

(11:18 am IST)