Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

ભુજના દેશલપર ગામ પાસે બાઇક પુલિયા નીચે ખાબકતા બે યુવાનોના અરેરાટીભર્યા મોત

ફોટોગ્રાફીનું કામ કરતા બે આશાસ્પદ યુવાનોના મોતથી ગામમાં શોકનો માહોલ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૯ : ભુજના દેશલપર ગામના બે આશાસ્પદ યુવાનોએ અકસ્માતમાં જિંદગી ગુમાવતાં સમગ્ર પંથકમાં શોકનો માહોલ છે.

ગઈ કાલે રવિવારે ફોટોગ્રાફીના કામ માટે બાઈક ઉપર નિકળેલા ૨૩ વર્ષીય વિપુલ પ્રવીણ કોળી અને તેના ૨૨ વર્ષીય મિત્ર ઋત્વિક મહેન્દ્ર મહેશ્વરીની બાઈક ગામની ભાગોળે જ અજાપર ગામ તરફના રસ્તે પુલિયા નીચે ખાબકી હતી.

બાઈક ઉપર કાબૂ ગુમાવતાં થયેલા આ અરેરાટીભર્યા માર્ગ અકસ્માતમાં બન્ને યુવાનોના જીવ ગયા હતા.

(9:51 am IST)