Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

મોરબીના વીસીપરામાં મહિલા સંચાલિત જુગારધામ ઝડપાયું : બે મહિલા સહીત આઠ આરોપીઓ પકડાયા

વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા ચાર આરોપીઓને ઝડપી લેવાયા

class="ii gt" id=":15b">
મોરબી જિલ્લામાં  જુગાર ઉપર પોલીસે ધોંસ બોલાવવાનું ચાલુ રાખીને ગઈકાલે મોરબીમાં જુગાર રમતા ૮ આરોપીઓને ઝડપી લીધા હતા. જેમાં પોલીસે મોરબીના વીસીપરા વિસ્તારમાં મહિલા સંચાલિત જુગારધામ ઝડપી જુગાર રમતા બે મહિલા સહિત આઠ આરોપીઓની ધરપકડ કરી હતી. જ્યારે વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા ચાર આરોપીઓને ઝડપી લેવાયા હતા.
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફને ગઈકાલે ચોક્કસ બાતમી મળી હતી કે, મોરબીના વીસીપરામાં આવેલ રમેશ કોટન મીલની ચાલીમા રહેતી મુમતાજબેન ઇરફાનભાઇ સુમરા પોતાના કબ્જાઆ ભોગવટાવાળા મકાનમા જુગારનો અખાડો ચલાવે છે. આ પ્રકારની બાતમી મળતા એ મહિલાના મકાનમાં પોલીસે રેઇડ કરી હતી અને પોલીસે જુગાર રમતા મુમતાજબેન ઇરફાનભાઇ સુમરા, મયુરભાઇ ગીરધરભાઇ જંજવાડીયા, મુસ્તાકભાઇ હુસેનભાઇ સુમરા, સોહીલભાઇ રસુલભાઇ સુમરા, મનીશભાઇ ચંદુભાઇ સાંતલીયા, કાસમભાઇ હુસેનભાઇ સુમરા, શબીરભાઇ સલીમભાઇ દલ, રજીયાબેન કાસમભાઇ સુમરાને રોકડા રૂપીયા ૩૩,૩૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.
 
(10:13 pm IST)