Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

મોરબીના ટીંબડી પાટિયા નજીક લેબર ક્વાર્ટરમાં શ્રમિકનો આપઘાત.

સનરેક્સ ફેબ્રિકેશન કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા શ્રમિક યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

મોરબીના ટીંબડી પાટિયા નજીક આવેલ ફેકટરીના લેબર ક્વાર્ટરમાં શ્રમિક યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોય જે બનાવની નોંધ કરી પોલીસે વધુ તપાસ ચલાવી છે
બનાવની પોલીસ મથકે થી મળતી વિગતો મુજબ મોરબીના ટીંબડી પાટિયા પાસે આવેલ સનરેક્સ ફેબ્રિકેશન કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા જગન (અંદાજે ઉ.વ.૩૩) નામના શ્રમિક યુવાને આપઘાત કર્યો છે જે બનાવને પગલે મોરબી તાલુકા પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

(10:12 pm IST)