Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

પોરબંદર નેશનલ હાઇવે ઉપર બનતા એક્સિડેન્ટના બનાવ અટકવવાના હેતુથી પોરબંદર શહેર એન્ડ નેશનલ હાઇવે ઉપર રખડતા પશુ ( ઢોર )ના શીંગડા પર રેડિયમ રીફલેકટર લગાડતી પોરબંદર ટ્રાફિક શાખા

 જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્દર પ્રતાપસિંહ પવાર,તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો,રવિ સૈનીનાઓની સીધી સૂચના અન્વયે પોરબંદર શહેર નાયબ પોલીસ અધિક્ષક જે,સી,કોઠીયાનાઓના માર્ગદર્શન હેઠળ પોરબંદર જિલ્લા ટ્રાફિક શાખાના પીએસઆઇ એ,એચ,ચોવટ તથા તેમની ટિમ દ્વારા નેશનલ,સ્ટેટ હાઇવે તથા પોરબંદર શહેર વિસ્તારમાં રખડતા પશુ ( ઢોર ) રસ્તા વચ્ચે ઉભા રહેતા હોય અથવા બેસતા હોય તેના લીધે વાહન ચાલકોને રાત્રી દરમિયાન ડ્રાઈવિંગ કરતી વખતે દેખાતા ન હોય તેના કારણે ઘણા બનાવો બનતા હોય છે,જેથી આવા પશુ ( ઢોર ) ના શીંગડા ઉપર રેડિયમ રીફલેકટર પટ્ટીઓ લગાવી રાત્રી દરમિયાન થતા અકસ્માતના બનાવો અટકાવવા પ્રયત્ન કરવામાં આવેલ છે

  આ કામગીરીમાં પોરબંદર જિલ્લા ટ્રાફિક શાખાના પો.ઇન્સ,એ,એચ, ચોવટ,તથા પો.હેડ ,કોન્સ ,દેવરાજભાઇ ડી,વાઢિયા તથા અશોકભાઈ વી,ગોંડલીયા,તથા ડ્રા પો.કોન્સ, ધર્મેન્દ્રભાઈ કે, સોલંકી, તથા ટ્રાફિક બ્રિગેડના જવાન જયેશભાઇ શામજીભાઈ રાજાણી ,તથા જયમલભાઈ ભીખુભાઇ કુછડીયા વગેરે જોડાયેલ હતા

(9:37 pm IST)