Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

ધોરાજી તાલુકા કોંગ્રેસ પ્રમુખે જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ સુભાષભાઈ માકડીયાને છરી બતાવી જાનથી મારી નાખવા આપી ધમકી : તાલુકા કોંગ્રેસ પ્રમુખ અલ્પેશ ગોવાણી અને અન્ય અજાણ્યા શખ્સ વિરુદ્ધ નોંધાયો ગુુન્હો

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી :-  ધોરાજી તાલુકાના સુપેડી ગામે રહેતા સુપેડીના પૂર્વ સરપંચ અને જિલ્લા પંચાયત ના પૂર્વ ઉપ પ્રમુખ સુભાષભાઈ માકડીયા એ ધોરાજી પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ મુજબ ફરિયાદી સુભાષભાઈ કોંગ્રેસમાંથી જિલ્લા પંચાયત માં સભ્ય તરીકે ચૂંટાયેલા અને ઉપ પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળતા હતા. તાજેતરમાં તેઓ કોંગ્રેસ છોડી ભાજપ સાથે જોડાયા હતા.

ચાર દિવસ પૂર્વે ધોરાજી તાલુકા કોંગ્રેસ પ્રમુખ અલ્પેશ ગોવાણી મોડી રાત્રે સુભાસભાઈ ના ઘરે કેફી પદાર્થ પી જાણવેલકે તે તાજેતરની ચૂંટણીમાં અમારા વિરુદ્ધ ખૂબ કામ કર્યું છે. અને ભૂંડી ગાળો આપી છરી બતાવી જાનથી મારવાની ધમકી આપી ગયેલ ત્યારે તેની સાથે એક અજાણ્યો શખ્સ પણ હતો.

આ બનાવ બાદ સુપેડીના સ્થાનિક આગેવાનો સાથે બેસી સમાધાન કરેલ.

ત્યારબાદ પણ બે દિવસ પહેલા સુપેડી ગામના નેશનલ હાઇવે પાસે ફરી અલ્પેશ ગોવાણી એ ચીમકી આપેલ કે એક વખત તું છટકી ગયો હવે તને પૂરો કરી નાખવો છે.

આવી ધમકી આપતા ધોરાજી પોલીસે અલ્પેશ ગોવાણી અને અજાણ્યા ઈસમ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છેકે અલ્પેશ ગોવાણીના પત્ની સુપેડી તાલુકા પંચાયત બેઠક એક પરથી ઉમેદવાર હતા. અને તેઓ સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે.

કોંગ્રેસ ભાજપ વચ્ચે ની મગજમારી ને લીધે ગામમાં ભારે રાજકારણ ચાલી રહ્યું છે.

(4:37 pm IST)