Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

જુનાગઢ પોલીસ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીઃ ૧૭૧ તાલીમમાથી મહિલાઓએ ટ્રાફીક નિયમન અંગે જાણકારી આપી

 (વિનુ જોશીદ્વારા) જુનાગઢઃ એસ.પી. રવિતેજા વાસમ શેટ્ટીના માર્ગદર્શન હેઠળ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવેલ જેમાં જુનાગઢ જિલ્લા પોલીસ દ્વારા શહેરની ટ્રાફીક વ્યવસ્થામાં મહિલા પોલીસ  તાલીમમાર્થીઓનું યોગદાન લઇ જુનાગઢના શહેરી જનો ટ્રાફીક નિયમત અને ટ્રાફીક અવરનેશ વિકસાવવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં જુનાગઢ શહેર ટફીક શાખાના મહિલા પી.એસ.આઇ.એસ.એન.સોનારાના માર્ગદર્શન હેઠળ સાંજે ૪ થી૮ વાગ્યા સુધી શહેરના દરેક અગત્યના પોઇન્ટ ઉપર ટ્રાફીક નિયમનની ફરજ (૧) પોલીસ હેડકવાર્ટસ ખાતે તાલીમ લઇ રહેલ મહિલા તાલીમમાર્થી ૯૦ (ર) પોલીસ તાલીમ મહાવિદ્યા મહિલા તાલીમમાર્થી ૪૧ (૩) એસ.આર.પી. ટ્રેનીંગ સેન્ટર ચોકી સોરઠ ખાતેના મહિલા   તાલીમમાર્થીઓએ ટ્રાફીક અવરનેશ વિકસે તે માટે લોકોને સૈૅંજન્ય પૂર્વક ભાષામાં સમજ આપતા શહેરીજન દ્વારા આનંદ સાથે આશ્ચર્ય વ્યકત કર્યુ હતું (તસ્વીર મુકેશ વાઘેલા-જુનાગઢ)

(1:11 pm IST)