Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

હળવદ સોનીવાડમાં જુગારધામ ઝડપાયું : ૭ વેપારીઓ ઝપટે

હળવદ,તા. ૯: હળવદના સોનીવાડ વિસ્તારમાં રહેતા ભરતકુમાર શાંતિલાલ મહેતા પોતાના કબ્જા ભોગવટાના મકાનમાં બહારથી માણસો બોલાવીને નાલ ઉઘરાવી જુગાર રમાડે છે. આ પ્રકારની બાતમી મળતા પોલીસ સ્ટાફે હળવદના સોનીવાડ વિસ્તારમાં રહેતા ભરતકુમાર શાંતિલાલ મહેતાના મકાનમાં જુગારની રેડ કરી હતી.

પોલીસે આ મકાનમાં જુગાર રમતા મકાન માલિક ભરતકુમાર શાંતિલાલ મહેતા, મયુરસિંહ ઉમેદસિહ ઝાલા, પ્રમોદભાઈ ગિરધરલાલ આડેસરા, વિનુભાઈ બળદેવભાઈ ખોખર, ચંદ્રકાંતભાઈ જદૂરામભાઈ સાધુ, સુભાષભાઈ કનૈયાલાલ જોશી, ભાણજીભાઈ અમરશીભાઈ વાઘેલાને સ્થળ ઉપરથી રોકડા રૂ. ૧૨૮૦૦ના મુદામાલ સાથે ઝડપી લઈ તમામ આરોપીઓ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(11:25 am IST)