Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

જામકંડોરણામાં સૂર્ય નમસ્કારનો વર્લ્ડ રેકોર્ડ

ધોરાજી : સરદાર પટેલ શૈક્ષણિક સંકુલ દ્વારા સૂર્ય નમસ્કારને વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો. બેટી બચાવો બેટી પઢાવો અને સામાજીક જાગૃતા લાવવા માટે શ્રી સરદાર પટેલ શૈક્ષણિક સંકુલ દ્વારા સૂર્ય નસ્મકારનું આયોજન કરવામાં આવેલ જેમાં ૩પ૦૦ વિદ્યાર્થીઓએ સૂર્ય નમસ્કાર કરી ર વર્લ્ડ રોકોર્ડમાં નામ નોંધાવ્યું. જેમાં (૧) રેડિયસનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ , મોરસીયસ ગર્વરમેન્ટ તથા બીજો (ર) વર્લ્ડ રેકોર્ડ યુએસએ ગર્વમેન્ટના અધિકારીઓ હાજર રહીને સંસ્થાના પ્રમુખ જયેશભાઇ રાદડીયાએ વર્લ્ડ રેકોર્ડ એનાયત કરવામાં આવેલ હતો. આ તકે ડેરીના ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયા, વિઠ્ઠલભાઇ બોદલ, સરપંચ જસમતભાઇ કોયાણી, ચંદુભા ચૌહાણ તથા કલરવ સ્કૂલ અને સંસ્થાના હોદ્દેદારો અને સ્ટાફ અને વિશાળ સંખ્યામાં વાલીગણ હાજર રહેલ હતા. સૂર્ય નમસ્કારમાં જોડાયેલા વિદ્યાર્થીનીઓની તસ્વીર.

(4:33 pm IST)