Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

નગરપીપળીયામાં લગ્ન પ્રસંગના જમણવારમાં આગ ભભૂકીઃ સમીયાણો ખાક

રાજકોટઃ કાલાવડના આણંદપર નજીકના નગરપીપળીયા ગામે લગ્ન પ્રસંગના જમણવાર વખતે ગેસનો બાટલો લિક થવાથી આગ ભભૂકી ઉઠતાં નાશભાગ મચી ગઇ હતી. પટેલ પરિવારના સમાજની વાડી ખાતે યોજાયેલા લગ્નના ભોજન સમારોહ વખતે મંડપ-સમીયાણા વચ્ચે જ ભજીયા બનાવતી વેળાએ એકાએક ગેસના બાટલાની નળી લિક થતાં અને આગ ભભૂકતાં લોકો સમય સુચકતા વાપરી બહાર નીકળી જતાં જાનહાની અટકી હતી. મંડપ-સમીયાણો ભડ-ભડ સળગી ઉઠ્યો તેનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો. આ ઘટના ગઇકાલે બુધવારે બની હોવાનું જાણવા મળે છે. તસ્વીરમાં ભડકે બળતો સમીયાણો જોઇ શકાય છે.

(3:51 pm IST)