Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

દબાણ હટાવ ઝૂંબેશ સાથેજ જાગૃતિ...વાંકાનેરમાં દુકાનદારો દ્વારા સ્વેચ્છાએ છાપરા-કેબીનો દુર

પાર્કિંગ વિહોણી બેન્કોને પણ નોટીસો પાઠવવી જરૂરીઃ લોકસુર

કેટલીક બેન્કો નજીક આડેધડ કરાતા પાર્કિંગને પગલે હજુ પણ ટ્રાફીકજામના દ્રશ્યો સર્જાઇ શકે છે. પ્રથમ તસ્વીરમાં બેન્ક પાસે રોડ ઉપર મુકાયેલા વાહનો તથા બીજી તસ્વીરમાં સ્વેચ્છતાએછાપરૂ હટાવતા દુકાનદાર દર્શાય છે.(તસ્વીર-અહેવાલઃ નિલેશ ચંદારાણા-વાંકાનેર)

વાંકાનેર તા.૮ : અહીયા ટ્રાફીક સમસ્યાએ અજગર ભરડો લેતા પાલીકા અને પોલીસ ખભેખંભા મીલાવી ત્રણ દિવસ પહેલા બે જે.સી.બી. મશીન સાથે દબાણ દુર કરવાના પ્રારંભની સાથેજ દબાણ કરનારા લોકોમાં ફફડાટ પ્રસર્યો છે.છેલ્લા ત્રણ દિવસથી નાના-મોટા વેપારીઓ સ્વેચ્છાએ દબાણો દુર કરવા લાગ્યા છ.ે

જેમાં પાન, ઠંડાપીણા, નાસ્તાની કેબીનો દુકાનના આગળના ભાગે ખડકતો માલ સામાન અને નડતર રૂપ છાપરાના દબાણો ચીફ ઓફીસર ગીરીશભાઇ સરૈયા, પી.આઇ. વાઢીયા, પી.એસ.આઇ. જાડેજા દુર કરાવે તે પહેલા મોટાભાગના વેપારીઓ સ્વેચ્છાએ દબાણો હટાવતા જોવા મળી રહ્યા છ.ે

જો કે ગેરકાયદે દબાણો દુર થતા રસ્તો પણ ખુલ્લો થતા રાહદારીઓ અને પ્રજામાં ખુશીની લહેર જોવા મળી છે. એવી જ રીતે પાર્કિંગ વીહોણી બેંકોને પણ નોટીસો ફટકારવી જોઇએ અને બેંક ધારકો પોતાના વાહનો વ્યવસ્થીત પણે પાર્ક કરે તે પણ જરૂરી હોવાનું જાગૃત નાગરીકોમાં સંભળાવા લાગ્યું છે.

(1:13 pm IST)