Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

ચુડામાં રહેણાંક મકાનેથી ૮ પત્તાપ્રેમી પકડાયા

વઢવાણઃ સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક દિપકકુમાર મેઘાણીની સુચના તળે એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. આર.જે.ગોહિલ, પો.સબ ઇન્સ. આર.ડી.ગોહિલ, હેડ કોન્સ. કીશોરભાઇ ઘેલાભાઇ પારઘી, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, રવિભાઇ ભરવાડ, સરદારસિંહ ગોહિલ, કોન્સ. દિલીપભાઇ ઠાકોર, અજીતસિંહ સોલંકી,  મોહસીનભાઇ કચોટ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગ હતો ત્યારે કીશોરભાઇને મળેલી બાતમીના આધારે ચુડા ખાતે આંબેડકરનગરમાં રાજાભાઇ પીતાંબરભાઇ મકવાણાના રહેણાંક  મકાનમાં દરોડો પાડી પત્તા ટીંચતા પિન્કેશભાઇ વિઠ્ઠલભાઇ વોરા (અનુજાતિ ઉ.વ.૨૫ રહે. આંબેડકરનગર), મેધરાજસિંહ સબળવસિંહ ઝાલા (ઉ.વ.૩૫ રહે.મીણાપુર તા.ચુડા), વિનુભાઇ સુખાભાઇ ધરજીયા (ત.કોળી, ઉ.વ.૩૮, રહે. વેજળકા તા.ચુડા), કરમશીભાઇ બોધાભાઇ માત્રાણીયા (યુ.કોળી, ઉ.વ.૪૫, રહે.નાની મોરવાડ, તા.ચુડા) પ્રવિણભાઇ પીતામ્બરભાઇ સોલંકી (અનુજાતિ, ઉ.વ.૪૫ રહે. વણકરવાસ ચુડા), ધીરૂભાઇ દેવજીભાઇ ધોડકીયા (ત.કોળી, ઉ.વ.૩૬, રહે.મીણાપુર, તા.ચુડા), શંકરભાઇ કાળુભાઇ ધોળકીયા (ત.કોળી, ઉ.વ.૨૯, રહે.મીણાપુર તા.ચુડા), પુનિતભાઇ ચમનભાઇ કચીયા (અનુજાતિ, ઉ.વ.૩૧, રહે. મહાલક્ષ્મી મંદિર, ચુડાને રોકડ રૂ.૬૮૩૩૦ તથા મોબાઇલ નંગ-૭ કી.રૂ.૮૦૦૦ એક સ્ટીલની પેટી મળી કુલ રૂ.૭૬,૩૩૦ના મુદામાલ સાથે પકડી પાડી કાર્યવાહી કરાઇ હતી.

જયારે રાજાભાઇ પીતાંબરભાઇ મકવાણા (રહે.આંબેડકરનગર, ચુડા) નાસી છુટતા ચુડા પોલીસે શોધખોળ આદરી છે. તસ્વીરમાં એલસીબી સ્ટાફ તથા પકડાયેલા પત્તાપ્રેમીઓ દર્શાય છે.

(1:10 pm IST)