Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

વંથલીના ઝાંપોદરની યુવતિની લાજ લૂંટવા રાજુલ પટેલની કોશિષ

જૂનાગઢ તા. ૮ : વંથલીના ઝાંપોદડની શ્રમિક યુવતિની રાજુ પટેલ નામના શખ્સે લાજ લૂંટવાની કોશિષ કર્યાનું જાણવા મળેલ છે. આ અંગેની વિગતો એવી છે કે, વંથલીના ઝાંપોદડની સીમમાં ખેત મજુરી કામ કરતા પરિવારની ૧૯ વર્ષીય પુત્રી ગઇકાલે સવારે એકલી હતી ત્યારે રાજુ પટેલ નામના શખ્સે આવી ચડી યુવતિ સાથે અડપલા કરી તેની ઇજ્જત લુંટવાનો પ્રયાસ કર્યો હતો.

(1:09 pm IST)
  • સસ્પેન્ડેડ IAS અધિકારી પ્રદિપ શર્માની અટકાયતઃ સાબરમતી જેલની બહાર આવતાની સાથે જ અટકાયત : હાઈકોર્ટે હજુ ગઈકાલે જ જામીન આપ્યા હતા : વિદેશમાં હવાલા દ્વારા નાણા મોકલવામાં આવ્યાનો કેસ ચાલી રહ્યો છે access_time 3:49 pm IST

  • ઉત્તર પ્રદેશ સમાજવાદી પક્ષના ઉમેદવાર જયા બચ્ચને શુક્રવારે રાજ્યસભા માટે નામાંકન ભર્યું છે. તેમણે વિધાનસભાના સેન્ટ્રલ હોલમાં નોમિનેશન દાખલ કર્યું હતું. આ દરમિયાન સ.પા.ના પ્રમુખ અખિલેશ યાદવના પત્ની સાંસદ શ્રીમતી ડિમ્પલ યાદવ, સ.પા.ના ઉપપ્રમુખ કિરણ મય નંદા, સ.પા.ના રાષ્ટ્રીય સચિવ રાજેન્દ્ર ચૌધરી અને સહારા ગ્રૂપના ચેરમેન સુબ્રતા રોય સહારા પણ હાજર રહ્યા હતા. access_time 8:42 pm IST

  • રાજકોટના જામકંડોરણાના અડવાણાનાં એક ખેતરમાં યુવક - યુવતીના જમીનમાં દાટેલા મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી છે : પોલીસે શરૂ કરી તપાસ access_time 9:24 am IST