Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

સ્ત્રી-સ્ત્રીની મિત્ર બની કામ કરે, અદેખાઇ નીકળી જાય એટલે સ્વનિર્ભર થાયઃ જાન્હવીબેન ઉપાધ્યાય

આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે મહિલા મંડળ સાથે જોડાયેલા મહિલા અગ્રણી સાથે 'અકિલા' પરિવારના મોટા બેન અને 'મહિલા ક્રાંતિ'ના તંત્રી મીનાબેન ચગની મુલાકાત

જૂનાગઢ તા. ૮ :.. આજે આંતર રાષ્ટ્રીય મહિલા દિવસ હોય ત્યારે પ્રતિભા સંપન્ન મહિલાઓની પ્રવૃતિ બહાર લાવવાના ઉદેશથી રાજકોટ અકિલા પરિવારના બેન શ્રી મીનાબેન ચગ (તંત્રીશ્રી મહિલા ક્રાંતિ, મો. નં. ૯૪૨૬૯ ૯૮૮૦૯) દ્વારા જૂનાગઢના મહિલા અગ્રણી શ્રીમતી જાહન્વીબેન ઉપાધ્યાય (મો.નં. ૯૮૭૯૫ ૩૦૯૪૧)ની મુલાકાત લેવામાં આવેલ.

લાલબહાદુર શાસ્ત્રી સોસાયટી શ્રીમતી જાન્હવીબેન ઉપાધ્યાયના નિવાસ સ્થાને તેમના પતિદેવ બ્રહ્મ સમાજનાં આગેવાન ભાસ્કરભાઇ ઉપાધ્યાય તેમના પુત્રવધુઓ અમીષાબેન તથા અલ્કાબેનની ઉપસ્થિતીમાં આજે વિશ્વ મહિલા દિન નિમિતે સંદેશો આપતા જીલ્લા મહિલા મંડળ જૂનાગઢના અને શ્રી જુનાગઢ મહિલા શરાફી મંડળીના પ્રમુખ જાહન્વીબેને જણાવ્યું હતું કે બહેનોએ આજે સ્વાંવલંબી થવુ જોઇએ ઘરની જવાબદારી પુરી કરી વધારાના સમયમાં બપોરે ર થી ૪ દરમ્યાન આરામ કરવાના બદલે રચનાત્મક પ્રવૃતિઓમાં સમાજ સેવામાં પ્રવૃત રહેવુ જોઇએ.

બહેનોમાં એકતા જરૂરી છે અત્યારે એક જ વસ્તુ છે સ્ત્રી-સ્ત્રીની દુશ્મન એના બદલે મિત્ર બની એક સ્ત્રી બીજી સ્ત્રી સાથે મૈત્રી ભાવરાખી તે દુખી હોય તો તેને મદદ કરવી જોઇએ.

તેઓએ પોતાની કારકીર્દી ૧૯૬૭ થી શરૂ કરી મહિલા મંડળમાં સેવા અર્થે કલાબેન માંડવીયા અખિલ હિન્દુ મહિલા પરિષદ બહાર લાવ્યા હતાં.

તેમજ સ્ત્રી નિકેતન સ્નાતિકા નિલમ મંડળના પ્રથમ પ્રમુખ વિજયાબેન મહેતા વગેરે સાથે મહિલા ઉત્કર્ષ માટે કામગીરી શરૂ કરી નજીવા પાંચ રૂપિયા ફી થી શરૂ કરાયેલ નવાબ વખતની (લેડી કલબ) માં પણ સેવા આપેલ.

શ્રી જાહન્વીબેન ૧૯૭૭ થી ૧૯૮ર સુધી નગરપાલિકાના સભ્ય તરીકે ચૂંટાય સેનીટેશન અને સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન તરીકે નોંધપાત્ર કામગીરી બજાવી હતી.

તેઓના ફરજકાળ દરમ્યાન જૂનાગઢમાં ૪૦ દૂધ કેન્દ્રો શરૂ કરેલ અને ૦ થી પ વર્ષના બાળકો તથા ગર્ભવતી બહેનો ફ્રી દૂધ સેવા  આપવામાં આવતી હતી.

ઉપરાંત તેઓ ઉપરકોટની જે તે વખતે બહુ ખરાબ પરિસ્થિતીમાં ૧૮ ફુટ ઉડા ખાડામાં ગધેડાઓ મારફત માટી નંખાવી બગીચો બનાવી લોકાર્પણ કર્યુ હતું.

આ પ્રવૃતિ જોઇએ ૧૯૮૧ માં મહાશ્વેતાબેન વૈદ્યએ મહિલા મંડળની સ્થાપના કરી જેમાં પ્રથમ મહિલા મંડળના પ્રમુખ તરીકે જાન્હવીબેન જોડાયા અને ગામડે ગામડે પ્રવાસ કરી મહિલાઓને સ્વનિર્ભર થવા તાલીમ આપી ૮૧ મહિલા મંડળ ઉભા  કરાવ્યા.

૧૯૮૩ માં પુર હોનારત વખતે છત્રાળા મૈયારી ડોસા સહિત પાંચ ગામોને દતક લઇ જીવન જરૂરીયાત વસ્તુઓનું વિતરણ કરી અસરગ્રસ્તોને વ્હારે જઇ મદદરૂપ થયેલ.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે જૂનાગઢ મહિલા શરાફી મંડળીની રજીસ્ટ્રેશન માટે જે તે વખતે ૧ લાખની જરૂરીયાત હતી જેને પહોંચી વળવા ૭ હજાર શેરની વેચણી કરી ૧.૭ લાખ થયા ધીમે ધીમે શેર ભંડોળ વધવા લાગ્યું અને અમે નબળા મહિલાઓને પગભર થવા રપ હજાર લોન આપતાં તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આ મંડળી દ્વારા ચેકથી જ પેમેન્ટ કરવામાં આવે છે જેથી તેનો કોઇ દુર ઉપયોગ ન કરી શકે.

આ મંડળીને રપ વર્ષ પુર્ણ થતા તાજેતરમાં જ તેને અનુલક્ષી સોપાન  નામાનું પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.

બહેનો માટેની આ સંસ્થામાં જરાય રાજકારણ નથી પેટાનિયમ અને બંધારણ મુજબ થતી કામગીરી ને લઇને રપ વર્ષથી આ મંડળીને એ ગ્રેડ આપવામાં આવે છે.

તેઓએ વધુમાં ઉમેર્યુ હતું કે પોરબંદર પંથકના એક મહિલાએ લોન લીધેલ તે રકમ ભરી શકે તેવી સ્થિતી ન હોતી ત્યારે તત્કાલીન ધારાસભ્ય મહેન્દ્રભાઇ મશરૂએ ચેકથી લોન ભરપાઇ માટે મદદરૂપ થયા હતા ૭પ વર્ષની ઉમરે પણ જાન્હવીબેન મહિલાઓ માટે કોઇક કરી છૂટવાની ઇચ્છા વ્યકત કરેલ અને તેઓ કહે છે કે સ્ત્રી - સ્ત્રીની મિત્ર બને અદેખાઇ માંથી નિકળી જાય એટલે કાંઇ નથી દરેક સ્ત્રીએ ૪ થી ૬ કલાક સમાજ માટે આપવા જોઇએ. તેઓ ૧૯૮૧ માં મહિલા મંડળના પ્રમુખ બન્યા બાદ ૩પ ઘોડીયા ઘર અને ડેકેર ગરીબો માટે શરૂ કરાવેલ.

પપ વર્ષથી મોટી મહિલા બહેનો બપોરે ૧ર થી પ આવતા તેઓ ને તાજો બનાવેલ નાસ્તો આપવામાં આવતો પ વાગ્યા પછી ઉનાળા હોય તો આઇસ્ક્રીમ, શેરડીનો રસ વગેરે આપવામાં આવતા હતા આ મહિલા મંડળમાં ૩પ બહેનો છે તેઓ ભજન-કિર્તન સાથે સેવા આપે છે.

જાન્હવીબેને જણાવ્યું હતું કે તેના પરિવારજનો પણ આ સેવા પ્રવૃતિમાં પુરતો સહકાર આપી રહ્યા છે અને અમારા પુર્વજોે તરફથી વારસામાં સેવાના સંસ્કારો મળ્યા છે. આ સેવાથી અમને અંદરથી આનંદની પ્રાપ્તી થાય છે. અને મારા ત્રણ પુત્રો અને તેના પત્નિઓ પુત્રવધુઓને દિકરીથી વિશેષ સન્માન આપુ છુ તેનું ધ્યાન રાખુ છું.

તેઓ અંતમાં જણાવ્યું હતું કે આજે સરકાર તરફથી ઘણી યોજના બહેનોને મદદરૂપ થવા માટે શરૂ કરવામાં આવેલ છે. ત્યારે તેના તરફ દુર્લક્ષ સેવ્યા વગર આધાર કાર્ડ મેળવી મળતા લાભો લેવા જરૂરીયાતમંદ મહિલાઓને જણાવ્યું છે અને મહિલા મંડળમાં કોમ્પ્યુટર શિવણ, ભરતગુથણ, બ્યુટી પાર્લર બહેનો માટે શરૂ કરાયા છે તેની ટ્રેનીંગ પણ આપવામાં આવી રહી છે તેનો લાભ લેવા અપીલ કરી હતી.

દરેક સ્ત્રી શકિત સ્વરૂપ, સમાજના દરેક ક્ષેત્રમાં તેનુ યોગદાન છેઃ જુનાગઢના મેયર આદ્યાશકિતબેન મજમુદાર

જૂનાગઢ તા. ૮ :.. જૂનાગઢના મેયર શ્રીમતી આદ્યાશકિતબેન મજમુદારે 'અકિલા' પરિવારના મોટા બહેન અને 'મહિલા ક્રાંતિ'ના તંત્રી મીનાબેન ચગ સાથેની ટેલિફોનીક વાતચીતમાં આંતર રાષ્ટ્રીય મહિલા દિન નિમીતે જણાવ્યું હતું કે દરેક સ્ત્રી શકિત સ્વરૂપા છે. સમાજના દરેક ક્ષેત્રમાં યોગદાન છે સ્ત્રી આદિકાળથી શકિત સ્વરૂપ છે તેણે હિન્દુ શાસ્ત્રને ઉજાગર કરી સમાજને ગૌરવ અપાવ્યું છે. પોતાની શકિતને ઉજાગર કરે તેવી બહેનોને શુભેચ્છા વ્યકત કરી હતી.

જૂનાગઢના મહિલા અગ્રણી પદમાબેન શાસ્ત્રી કહે છે

પોતાની અંદરની શકિત બહાર લાવતા મહિલાઓએ પ્રયત્નશીલ રહેવુ જોઇએ

જુનાગઢ તા. ૮ :.. આજે આંતર રાષ્ટ્રીય મહિલા દિન નિમિતે ૮૮ વર્ષની જૈફ વૈયે મહિલાઓના ઉત્થાન માટે કાંઇક કરી છૂટવાની પ્રબળ લાગણી ધરાવતા પદમાબેન ભાઇલાલભાઇ શાસ્ત્રીએ 'અકિલા' પરિવારના મોટા બહેન અને 'મહિલા ક્રાંતિ'ના તંત્રી મીનાબેન ચગ સાથેની  વાતચીતમાં પોતાની ભાવના વ્યકત કરતા જણાવ્યુ હતું કે તેઓ સ્ત્રી નિકેતન સંસ્થાના ચેરપર્સન સંસ્થા માટે સતત દોડતા રહ્યા છે

મહિલા ઉત્થાન ધબકતુ રાખવા બધા મહિલાઓને બહાર નિકળતા શિખવું જોઇએ બહાર આવતા જતા બહેનોને પોતાની કારકીર્દી ઘડતર માટે માહિતગાર થાય અને સ્વાવલંબી બને તે જરૂરી છે. અને મહિલા ઉત્કર્ષ માટે સૌને સાથે રાખી પ્રવૃતિ કરવામાં આવે તો ખૂબ જ રચનાત્મક કાર્ય થાય તેમ જણાવ્યું હતું.

(11:50 am IST)