Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

અનિડામાં જીવનદિપ બુઝાયાને માણસાઇના દિપ પ્રાગટયા...

લગ્ન પ્રસંગના બદલે શોકની કાલીમા છવાઇ જતા ગોહિલવાડમાં હૈયાફાટ રૂદન

ભાવનગર : પ્રથમ તસ્વીરમાં કોળી પરિવારનાં નવદંપતિ, બીજી તસ્વીરમાં તેમનું ઘર, ત્રીજી તસ્વીરમાં પૂ. મોરારીબાપુ એ સહાય મોકલી તે અર્પણ થતી નજરે પડે છે. ચોથી તસ્વીરમાં ટ્રક ચાલકનો ફાઇલ ફોટો, પાંચમી તસ્વીર ભોગ બનનાર તેજસ્વી છાત્રો અને છેલ્લી તસ્વીરમાં અનીડા ખાતે અધિકારીઓ અને ગ્રામજનો નજરે પડે છે. (તસ્વીર : અહેવાલ મેઘના વિપુલ હિરાણી (ભાવનગર) મુકેશ પંડિત (ઇશ્વરીયા)

 ભાવનગર તા.૮: જયાં મંગળિયા  ગાવાના હતા ત્યાં ગમખ્વાર અકસ્માતે ૩૨ જાનૈયાના અકાળે મોતથી અનિડા ગામ જ નહિ ગોહિલવાડ અને સમગ્ર ગુજરાતમાં આઘાત લાગ્યો છે.

આજે બુધવારે દુધરેજ વડવાળા જગ્યાના મહંત શ્રી કણરામબાપુ આ ગામે પહોચી સાંત્વના આપી. અહિ બાજુના વાંકિયા હનુમાનજી જગ્યાના મહંત શ્રી રવુબાપુ પણ પહોચ્યા અને જમવાનું આશ્રમ તરફથી આપવા કહી ગયા. શ્રી મોરારિબાપુ દ્વારા શ્રી ચિત્રકુટ ધામ તલત્રાજરડા તરફથી મરણ પામનારના પરિવારને જાહેરાત મૂજબ રૂ.૪૦૦૦ અને પવિત્ર વસ્ત્ર શ્રી રામભાઇ રાવળના હસ્તે પહોંચતા કરાયા.

અનિડા ગામે આવેલી આ આફત સાથે કેટલાયે જીવનદીપ બુઝાયા, તેની સાથે સેંકડો માઇસાઇના દીપ પ્રગટયા આ લખતા પણ આંખમાં આસુ આવે છે.

રંઘોળા ગામે ખટારો પડતા સાથે અહિંજ ધંધાર્થીઓ કાર્યકરો અને અન્યો દોડી આવી બચાવમાં લાગી લાગી ગયા. આગેવાનો શ્રી શશીભાઇ ભોજ અને શ્રી વશરામભાઇ આહિર સહિત તેમની ટીમને વંદન! આ દુર્ઘટના પછી આરોગ્યતંત્ર સાથે શ્રી શશીભાઇ વ્યસ્ત રહ્યા. અહિના મૃતદેહોને આગળની વિધી માટે શ્રી વશરામભાઇ બીજા વાહન અને ઢાકવાનુ કાપડ મંગાવવામાં રહ્યા રઘોળાને પોતાના ગામના ગોહરે બનેલી દુર્ઘટનાનો આઘાત હતો, ગામે બંધ પાળ્યો ઘટના સ્થળની સામેજ ખોડિયાર નાસ્તાગૃહ બાળા શ્રી કુલદીપસિંહ ચૂડાસમા તથા શ્રી દશરથસિંહ ગોહિલે ભોગ બનનાર જાનૈયાનો સામાન સલામત મૂકાવી દીધો. સામેની બાજુથી શ્રી જનકભાઇ ગોસ્વામી સૌ પહેલા દોડનારમાં હતા. શ્રી ઉકાભાઇ કોનર અને શ્રી નટુભાઇ ચાવડા કે મુકેશભાઇ ડાભી તેમજ શ્રી છત્રનભાઇ ભોજ આવા કેટલાના નામ લખવા જ્ઞાતિ-જાતિના ભેદભાવ મૂકી માનવતાના કામમાં લાગી પડ્યા.

રંઘોળામાં સરકારી તંત્ર એટલું જ ગતિથી પહોચી ગયુ. સરકારી ગાડીે ઇજાગ્રસ્તોને દવાખાને પહોંચાડવા લાગી. ટીંબીની શ્રી નિર્દોદા હજી સ્વામી દવાખાનુ સહિત આસપાસના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અહિ લાગી પડ્યા. ભાવનગરના સરકારી દવાખાનામાં ઇજા ગ્રસ્ત દર્દીઓ માટે લોહીની જરૂરી ઉભી થતા જરૂરિયાત કરતા વધુ બસોથી અયીસો વ્યકિતઓ લોહી માટે ખુરશીઓ પર પહોંચી ગઇ. હિન્દુઓ હતા તો મુસ્લિમો પણ હતા. અહિ માનવતા માનવતા અને માનવનાજ જોવા મળી હતી.

ભોગ બનનાર પરિવાર તો રડે જ કારણ પોતાના પરિવારની એક કે તેથી વધુ સભ્યો ગુમાવ્યા છે આ ઘટના સાથેજ સૌએ રડી લીધુ હૈયા ફાટ, અનિડા ગામ હવે ડુસકા ભરે છે.

સૌથી વધુ ભણેલા પૈકી એક બચ્યોઃ એકને ઇજા થઇ

અનિડામાં સૌથી વધુ એટલે કે કોઇ ધોરણ-૧૧ કે ધોરણ-૧૨ સુધી ભણેલા પાંચ વિદ્યાર્થી હતા, તેમાં ત્રણ આ દુર્ઘટનામાં ભોગ બન્યા તેમા એક બચી ગયો છે. તેને પણ ઇજા થઇ છે એક સલામત છે

જાનમાં ગયેલા હર્ષદ ભોળાભાઇ ડાભી, રવિ રઘાભાઇ મકવાણા, તથા બટુક હિંમતભાઇ મકવાણા આ ત્રણેય વિદ્યાર્થીઓ કે જે ગામમાં સૌથી વધુ એટલેકે ધોરણ ૧૧-૧૨ કે કોલેજ સુધી ભણેલ છે. આ જાનમાં ગયેલ વિદ્યાર્થી સંજય બુધાભાઇ, જાનમાં ઇજાગ્રસ્ત થયેલ છે ગામમાં એક વિદ્યાર્થી રણુ વેલજીભાઇ વાઘેલા સલામત છે.

ચાલક વિશે અફવાઓ

જાનૈયાનો ખટારો ચલાવનાર યુવાન વિશે અવનવી અફવાઓ આવે છે

ખટારો ચલાવનાર નિતિન લાલજીભાઇ વાઘેલા આ ખટારો ત્રાંસો થતાં જ કુદકો મારી ભાગી છુટેલ આ ચાલક વિશે જુદી જુદી અફવાઓ આવે છે.

વળાવડની કન્યાશાળાના આગેવાનો વિદ્યાર્થીઓની સેવા

આવી ઘટના અને ઘરમાં એક, બે કે ત્રણ વ્યકિતઓનો ગૂમાવ્યા પછી રાત્રે ભોજન કોને ગળે ઉતરે?

આ સ્થિતિમાં સંસ્થાના વડા શ્રી મેહરભાઇ લખનુકા સવારથી જ આફતગ્રસ્તો સાથે સધિયારો આપતા રહ્યા તેમના પુત્ર શ્રી અમિતભાઇ લખનુકા સતત દોડધામમાં રહ્યા હતા. સાંજના ભોજન માટે સંસ્થાના આચાર્ય શ્રી અમિતભાઇ ચૌહાણના નિર્દેશ સાથે વિદ્યાથનીઓએ ફટાફટ શાક અને રોટલા બનાવી વળાવડથી અનિડા પહોંચડો દીધા. અહિં પણ સંસ્થાના કાર્યકર્તાઓની હાજરી અને કામગીરી સાથે ઘરે ઘરેથી રડતા પરિવારોને બોલાવી માડયા.

શાબાશ આંબલા અને કુંભણના યુવાન કાર્યકર્તાઓને...!

કલાક બે કલાક સેવા કાર્ય કોઇક કરે પણ બાર બાર કલાક ભુખ્યા દુખ્યા અને આવી પરિસ્થિતિમાંએ અવરૂ છે

દુર્ઘટના સ્થળથી, દવાખાને અને ત્યાંથી અન્ડિા ગામ સુધીની સેવામાં આંબલા ગામ તથા કુંભણ ગામ અને બીજા આસપાસના યુવાનો મૃતદેહોને હેરવળા-ફેરવવા તેમજ અંતિમ સંસ્કાર સુધી રશ્યા. શાબાશ આ યુવાનો એક સાથે અનેક મૃતદેહોને એકસાથે પંચાયતના મકાનના મોટા ઓરડીમાં તેમજ એક ઘરમાં રાખવા, તેના નજીકના પરિવાર જનને દર્શન કરાવવા અને રો.કકલ સાથે મજબુત હૈયે દરવાજે લઇ જવા. મૃતદેહોને ફેરવી છેક અંતિમ સંસ્કાર સુધી સહયોગ આપવામાં આ યુવાનો એકદમ શાંત અને હૈયામાં પિડા ધરબનને જે કામ કર્યુ તે ખુબ ખુબ શાબાશીને પાત્ર છે સરપંચ રમેશભાઇ ઢોલા તથા ઉપસરપંચ શ્રી સોમાભાઇ સાંબડ પણ સાથે રહ્યા.

મરણના સ્નાન માટે  શાળાનો ઉપયોગ કર્યો

મરણ પછી પુરૂષો અને મહિલા માટે સ્નાનની વિધી હોય છે, જે શાળામાં કરવો પડયો. કુંભણ અને અનિડાની સંયુકત ગામ પંચાયત છે સરપંચના કહેલા મુજબ અહિ વ્યવસ્થા હોવા છતા તોડફોડ કરતા આ સુવિધા ખોરંભે પડે છે. એટલે સ્નાન નિશાળમાં કરવું પડ્યુ.

શાળાના શિક્ષકો શ્રી નંદલાલ જાની, શ્રી પરશોતમભાઇ ભટ્ટ, ભરતભાઇ ખીમસુરિયા તથા શ્રી ભરતભાઇ આલ આ વિપતીમાં સતત આ પરિવારો સાથે રહ્યા છે જે વંદનિય છે!

(11:48 am IST)