News of Thursday, 8th March 2018

પોરબંદર ચેમ્બરના પ્રમુખ જીજ્ઞેશભાઇ કારીયાની ડીઆરયુ સીસી કમિટીમાં ર વર્ષ માટે વરણી

પોરબંદર તા.૮ : ચેમ્બરના યુવા પ્રમુખ તેમજ ચેમ્બરના રેલવે કમિટીના ચેરમેન શ્રી જીજ્ઞેશભાઇ કારીયાનો ભાવનગર રેલવે ડીવીઝનની  ડી.આર.યુ.સી.સી. કમિટીમાં વર્ષ ર૦૧૭ થી ર૦૧૯ બે વર્ષ માટે નિયુકતી કરવામાં આવેલ હોય છે.

તેઓ ચેમ્બરમાં છેલ્લા ૧૬ વર્ષથી કારોબારી સભ્ય તરીકે સેવા આપે છે અને હાલ છેલ્લા ૪ વર્ષથી પ્રમુખપદે સક્રિય છે અને રેલવે કમિટીના ચેરમેન તરીકે શહેરના રેલવેને લગતા વણઉકેલીયા પ્રશ્નોની ચેમ્બરના માધ્યમથી અસરકારક રજુઆતો કરી રહયા  છે. અગાઉ પણ ડીઆરયુસીસી કમિટીમાં મેમ્બર તરીકે રહીને રેલવેના પ્રશ્નોને વાચા આપી જે ધ્યાને લઇને પોરબંદર જિલ્લામાં ફકત પોરબંદર ચેમ્બરને  ભારત સરકાર દરા વેસ્ટર્ન રેલવે ભાવનગર ડીવીઝનમાં ડીઆરયુસીસીમાં ફરી સ્થાન આપેલ ત્યારે આવનારા દિવસોમાં નિયુકતી ડીઆરયુસીસીમાં થયેલ હોય રેલવેના પ્રશ્નો ભાવનગર ખાતે યોજનાર ડીઆરયુસીસીની મિટીંગમાં તેમના દ્વારા રજુ કરવામાં આવશે. જેને કારણે પોરબંદરના રેલવે સ્ટેશનના તેમજ રેલવેના તમામ પ્રશ્નોને તેમના દ્વારા પ્રશ્નોનું નિરાકારણ કરવામાં આવશે અને પોરબંદરને ફાસ્ટ ટ્રેનો મળે તે દિશામાં સક્રિય પ્રયત્નો કરશે.

ચેમ્બરના ઉપપ્રમુખ ભરતભાઇ પાઉં, માનદમંત્રી ભરતભાઇ લાખાણી, સહમાનદમંત્રી ભરતભાઇ રાયચુરા, માનદ ખજાનચી હેમેન્દ્રકુમાર કોટેચા, પાર્થદર્શક ભરતભાઇ મોદી, ચેમ્બરના તમામ કારોબારી સભ્યો વિવિધ વેપારી એસોસીએશનના આગેવાનો તેમજ મિત્ર વર્તુળ દ્વારા તેમને શુભેચ્છા પાઠવેલ છે.

(11:42 am IST)
  • સુરતના કાપડના વેપારી તુલસીસિંહ રાજપૂતના પુત્ર અમિતનો મૃતદેહ મળ્યોઃ હત્યા થઈ હોવાનું પરીવારજનોનો આક્ષેપ : મૃતદેહ સ્વીકાર ઈનકાર access_time 5:54 pm IST

  • એસટી બસનું છેલ્લા બે વર્ષમાં સરકારી કાર્યક્રમોમાં ભારે ઉપયોગ, તેમ છતાં ભાડાની પૂરી રકમ હજુ સુધી ચૂકવાઈ નથી : બે વર્ષમાં ૪૭૦૪૧ બસો દોડાવાઈ : પરંતુ ભાડાપેટાની ૨૨.૭૮ કરોડ જેવી રકમ ચૂકવાઈ નથી access_time 5:53 pm IST

  • ભવિષ્યમાં ગાંધી-નહેરુ પરિવારની બહારની વ્યક્તિ કોંગ્રેસ પ્રમુખ હોઈ શકે છે :સોનિયા ગાંધી access_time 11:55 pm IST