News of Thursday, 8th March 2018

ખંભાળીયા પાલિકા દ્વારા નિઃશુલ્ક ઇગ્લીશના સ્પોકન કોર્સઃ લર્ન કવીકલી ઇંગ્લીશ પુસતકનું વિમોચન

તા. ૯-૩-૧૮ ના દા. સું. ગર્લ્સ સ્કુલમાં કાર્યક્રમ

ખંભાળીયા તા. ૮ :.. ગુજરાત સરકારના બેટી બચાવો બેટી પઢાવો કાર્યક્રમ અંતર્ગત ખંભાળીયા નગરપાલિકા દ્વરા શહેરી વિસ્તારની કન્યાઓને અંગ્રેજી શિક્ષણનું જ્ઞાન મળે અને શિક્ષણનો વ્યાપ થાય તે માટે પાલિકા સંચાલીત શેઠ શ્રી દા. સું. ગર્લ્સ હાઇસ્કુલમાં નિઃશુલ્ક અંગ્રેજી સ્પોકન કોર્સનું આયોજન કરવામાં આવ્યું છે.

તા. ૩ ના રોજ બપોરે ૪ વાગ્યે દા. સું. ગર્લ્સ હાઇસ્કુલ ખાતે આંતર રાષ્ટ્રીય મહીલા દિનની ઉજવણીના સંદર્ભમાં લર્ન કવીકલી ઇંગ્લીશ પુસ્તકનું વિમોચન તથા કોર્સમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને સર્ટીફીકેટ એનાયત કરાશે.

કાર્યક્રમમાં પધારવા પાલિકા પ્રમુખશ્રી શૈલેષભાઇ કણઝારીયા, ઉપપ્રમુખ ફાલ્ગુનીબેન વ્યાસ, ચીફ ઓફીસર શ્રી એ. કે. ગઢવી, કારો. ચેરમેન સોનલબેન વાનટીયા તથા શાસક પક્ષના નેતા ડી. ડી. દતાણી તથા શેઠ દા. સું. ગર્લ્સ સ્કુલના પ્રિન્સ્ીપાલ પ્રજ્ઞાબેન આહીર દ્વારા યાદીમાં જણાવાયું છે.

(11:41 am IST)
  • INX મીડિયા કૌભાંડ કેસમાં કાર્તિ ચિદમ્બરમને વધુ ત્રણ દિવસની સીબીઆઈ રિમાન્ડ ઉપર સોંપવા અદાલતનો આદેશ access_time 12:03 am IST

  • ગાંધીનગરમાં પુરપાટ જઇ રહેલા રર લાખનાં બાઇક સાથે ગાય અથડાતા યુવકનું મોત access_time 3:49 pm IST

  • નીરવ મોદીના કૌભાંડ પૂર્વે 2017ના નાણાકીય વર્ષમાં પંજાબ નેશનલ બેંકે વિવિધ કૌભાંડોમાં 2800 કરોડ ગુમાવ્યા છે access_time 12:08 am IST