News of Thursday, 8th March 2018

જામનગરમાં આધારકાર્ડ, રેશન અને ચૂંટણી કાર્ડ કઢાવવામાં ભારે મુશ્કેલી

જામનગર તા.૮: જામનગર વોર્ડ નં.૧રના કોર્પોરેટર અને કોંગ્રેસ અગ્રણી  વકિલ જેનબબેન આઇ. ખફીએ કમિશ્નરશ્રીને પત્ર પાઠવીને આધારકાર્ડ અને ચૂંટણી કાર્ડ કઢાવવામાં પડતી મુશ્કેલીઓ દૂર કરવા માંગણી કરી છે.

વકિલ જેનબબેન આઇ. ખફીએ જણાવ્યું છે કે આધાર કાર્ડ માટેની પ્રક્રિયા જામનગરમાં ગુચવડ ભરેલી બનેલ છે. આધાર કાર્ડના સરકારી તેમજ પ્રાયવેટ એમ બે પ્રકારના સેન્ટરો ચાલે છે. અને વળી આ બંનેમાં લોકો પાસેથી કે.વાય.સી. અલગ અલગ પ્રકારની લેવામાં આવે છે. સરકારી સેન્ટરોમાં આધાર કાર્ડ માટે રેશન કાર્ડ, જન્મનું પ્રમાણપત્ર અને કોઇ પણ એક ફોટો આઇ.ડી. આપવાના રહે છે. જેની સામે કોઇ વાંધો નથી પરંતુ આધાર કાર્ડ માટે ચાલતા પ્રાઇવેટ સેન્ટરોમાં અમારા લેટરપેડ ઉપર ફોટો લગાવી ઓળખાણનો દાખલો આપીએ તો એ મુજબ પણ આધાર કાર્ડ બનાવી આપવામાં આવે છે. ઘણા કિસ્સા તો એવા પણ જોયેલા છે. જયાં રાશન કાર્ડ ન હોય, જન્મનો કોઇ આધાર ન હોય તો પ્રાઇવેટ આધાર કાર્ડ સેન્ટરમાં પૈસા વધુ લઇ ચલાવી લઇ આધાર કાર્ડ બનાવી આપવામાં આવે છે. જો આ રીતે જ આધારકાર્ડ પ્રાઇવેટ સેન્ટરમાં બનાવવામાં આવતા હોય તો સરકારી સેન્ટરોમાં કેમ નહીં ?

એ જ રીતે રેશનકાર્ડમાં નામ ચડાવવા કે કમી કરાવવા માટે વળી આધારકાર્ડ ફરજીયાત કરેલ છે.

આ રીતે રેશનકાર્ડમાં નામ ચડાવવા આધારકાર્ડ, આધારકાર્ડ બનાવવા વોટર આઇ.ડી. અને આમ લોકોને ગોળ-ગોળ-ગોળ ફરવા પછી પણ એક પણ ડોકયુમેન્ટ કમ્પલીટ નથી થતુ ખુબજ ગંભીર બાબત કહેવાય આ માટે તાત્કાલીક ધોરણે કોઇ રસ્તો કાઢવા નમ્ર વિનંતી છે.

વિરોધ પક્ષની સભ્ય હોવ એટલે વિરોધ કરવો એ જ અમારૂ કામ નથી માટે ઉપરોકત બાબત જે કઇ રીતે હળવી બનાવવી તેવા મારા મન્તવ્ય પણ આપશ્રીને જણાવું છું. જે ધ્યાને લેવા પણ અરજ છે.

ચુંટણી કાર્ડ એ ફોટો આઇ.ડી. તરીકે ખુબ જ મહત્વ ધરાવે છે. અને એ જરૂરી પણ છે. પરંતુ આટલા મહત્વના આ કાર્ડ માટે આપણે આજ દિવસ સુધી કોઇ કાયમી સેન્ટર શરૂ નથી કરી શકીયા જે યોગ્ય નથી. કોઇ પણ તરૂણવયનું વ્યકિત વરસમાં અલગ અલગ તારીખે પુખ્ત વયનું થાય છે. પરંતુ તે ત્યારે પોતાનું વોટર આઇ.ડી. બનાવી નથી શકાતું અને આપશ્રીની કચેરીમાંથી જયારે વોટર આઇ.ડી. માટે વર્ષમાં એક યા બે વખત કામગીરી શરૂ કરવામાં આવે ત્યારે જ તેને તેનું વોટર આઇ.ડી. પ્રાપ્ત થઇ શકે છે.  જામનગરમાં તાત્કાલીક ધોરણે વોટર આઇ.ડી. માટે કાયમી ચાલુ રહે તેવા એક સેન્ટરની વ્યવસ્થા માંગણી કરી છે.

(11:40 am IST)
  • દ્વારકા-નાગેશ્વર મંદિર વિસ્તારમાં આવેલ સરકારી જગ્યા પ્લોટ પાડીને વેચી દેવાઈ : પૂજારી સહિત ૧૬ સામે મીઠાપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ access_time 5:54 pm IST

  • સુરેન્દ્રનગરના રળોલ ગામે સેન્ટ્રીંગનું કામ કરતા 7 મજૂરોને વીજશોક :એકનું મોત access_time 12:09 am IST

  • પાકિસ્તાનને અમેરિકાનો વધુ એક ઝટકો : 3 આતંકવાદીઓ પર જાહેર કર્યા 70 કરોડના ઈનામ : મુલ્લા ફઝલુલ્લાહ પર 5 મિલિયન ડૉલર (લગભગ 32 કરોડ રૂપિયા) અને બાકીના બંને અબ્દુલ વલી અને મનાલ વાઘ પર ત્રણ-ત્રણ મિલિયન ડોલર (એટલે કે 19-19 કરોડ)નું ઈનામ રાખવામાં આવ્યું છે. access_time 1:16 pm IST