Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

બોર્ડના વિદ્યાર્થીઓને માનસિક તાણ વિના પરિક્ષા આપવા જુનાગઢ મહા ગુજરાત વાલી મંડળની અપીલ

જુનાગઢ તા. ૮ : હવે ગણતરીના કલાકોમાં જ વિદ્યાર્થીઓ માટે જીવનના મહત્વના વર્ષ એવા બોર્ડની પરીક્ષા ચાલુ થવાની છે.મહા ગુજરાત વાલી મંડળના મહામંત્રી કિશોરભાઇ ચોટલીયા દ્વારા વિદ્યાર્થીઓને બેસ્ટ લક પાઠવી જરા પણ માનસિક તાણ અનુભવ્યા વિના સહજરૂપે પરીક્ષા આપવાનું આહૃાન કર્યું છે.

દરેક વિદ્યાર્થી પરીક્ષામાં સારા માર્કસ મેળવે તેવી પ્રભુ પાસે પ્રાર્થના સાથે કિશોરભાઇ ચોટલીયા કહે છેકે દરેક એ યાદ રાખવું કે સફળતા બજારમાં વેચાતી વસ્તુ નથી પરંતુ મહેનતથી જ મળે તે હકીકત છે આખુ વર્ષ વિદ્યાર્થીઓએ મહેનત કરી હોવા છતા પરીક્ષામાં થોડુ ન આવડતુ હોય તો તેની ચિંતા કર્યા વિના જે આવડે તેનું ચિંતન કરી સ્વસ્થ અને પરીક્ષા આપવા જવાનું મન બનાવી પરીક્ષા આપશો તો તમે ઘાર્યા કરતા સારૂ પરફોર્મન્સ બતાવી શકશો. પરીક્ષા ભરવા જાવ ત્યારે રસીદ સારી બે બોલપેન, જરૂરી સાધનો કંપાસ, પાણીની બોટલ વગેરે ભુલાઇ ન જાય તેની કાળજી રાખવી.

રીશીપ્ટની ઝેરોક્ષ કરાવી ઘરે વડીલને આપવી. પરીક્ષાના આગલા દિવસે જેસ્કુલમાં નંબર આવેલ હોય તે બેઠક વ્યવસ્થા જોઇ આવવી.

કિશોરભાઇ ચોટલીયાએ વિદ્યાર્થીઓને એક ખાસ શિખામણ આપી છે કે તમો પરીક્ષા આપવા જાવ ત્યારે ઇશ્વરને પ્રાર્થના કરી મા, બાપ વડીલોના આશિર્વાદ લઇ આત્મ વિશ્વાસ સાથે જજો. તમારી મહેનત અને વડીલોના આશિર્વાદના બળથી સારી સફળતા જરૂર મળશે. કોઇપણ સમસ્યા માટે કિશોરભાઇ ચોટલીયા (મો.૯૪ર૬૯ ૯પ૪૯પ) અથવા મનીષભાઇ જેઠવા  (મો.૯૮૯૮૦ પ૦૦૯૩) ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

(1:04 pm IST)