Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

જુનાગઢમાં ઝડપી ચાલ સ્પર્ધામાં વૃધ્ધ દંપતીને ગોલ્ડ મેડલ

જુનાગઢ તા. ૮: ભવનાથના પંડિત દિન દયાળ પર્વતા રોહણ કેન્દ્ર ખાતે સિનીયર સિટીઝન મંડળ દ્વારા ઝડપી ચાલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ જેમાં જુનાગઢના ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણ દંપતીએ ભાગ લીધેલ પી.જી.વી.સી.એલ. ના નિવૃત કર્મચારી ૭૧ વર્ષના શ્રી દિનેશભાઇ જન્મશંકરભાઇ જોષીએ ૭૦ પ્લસની કેટેગરીમાં ર બે કિલોમીટરની ઝડપી ચાલમાં યુવાન જેવું જોષ દાખવી પ્રથમ નંબર મેળવેલ છે જયારે તેમના પત્ની શ્રીમતી તરૂબેન દિનેશભાઇ જોષીએ ૬૦ પ્લસની કેટેગરીમાં ૩ કિલોમીટર ઝડપી ચાલમાં પ્રથમ નંબરે આવેલ છે.

આ દંપનીની સિધ્ધિ બદલ સિનીયર સિટીઝન મંડળના પ્રેસીડેન્ટ અને સેક્રેટરી તેમજ કન્વીનર દ્વારા ગોલ્ડ મેડલ તથા ઇનામ તમજ પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું.

આ બ્રાહ્મણ દંપતીએ સિનીયર સિટીઝન મંડળ, ઔદિચ્ય ખરેડી જ્ઞાતિ, સમસ્ત બ્રહ્મસમાજ તેમજ જુનાગઢનું ગૌરવ વધારેલ છે.

(11:59 am IST)