Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

મગફળીનાં ટેકાનાં ભાવે ખરીદી કરવામાં અવ્યવસ્થા દેવભૂમિ ખેડૂત હિત રક્ષક સમિતિનો આક્રોશ

ખંભાળીયા તા. ૮ :.. રાજય સરકારે એક લાખ ટન મગફળી ટેકાના ભાવે ખરીદી કરવા મસ મોટી જાહેરાત કરી પરંતુ આ અંગે કોઇ જ જાતનું આયોજન ના હોય અણધડ આયોજનમાં બિચારો ખેડૂત અટવાઇ ગયાનો આક્રોશ દેવભૂમિ ખેડૂત હિત રક્ષક સમિતિના પ્રમુખશ્રી  પાલભાઇ આંબલીયાએ કર્યો હતો.

અગાઉ જેમને ટોકન પણ આપી દેવાયા હતા અને ટેકાના ભાવે કેન્દ્રો ચલાવતા સંચાલકોની ભૂલને કારણે જેમનું રજીસ્ટ્રેશનના થયું હોય તેવા ખેડૂતોનું શું ? તેમને હવે પ્રાયોરીટી મળવી જોઇએ ને ?

ખેડુતોના ટોકન મળી ગયા હોય અને ટેકાના ભાવે ખરીદી કરનાર કેન્દ્ર સંચાલકોએ જે તે ખેડૂતોની મગફળી પણ કેન્દ્ર પર મંગાવી લીધી હોય અને સંચાલક ઓન લાઇન રજીસ્ટ્રેશન ના કરી શકતા બે બે માસથી મગફળી કેન્દ્ર પર પડી રહી હોય અને બારોબાર ઓન લાઇન રજીસ્ટ્રેશન કઇ રીતે થાય ? બે - બે માસ આ મગફળી પડી રહેતા નુકશાની થઇ તથા લઇ આવવા ને લઇ જવાનો ટ્રાન્સપોર્ટ ખર્ચ કોણ આપશે ?

ટેકાના ભાવે મગફળી ખરીદીના ઢગલા બંધ કેન્દ્રો ચાલતા હતા ત્યારે ૩-૪ માસ પહેલા જેમણે મગફળી વેંચી હતી તેવા અનેક આસામી ખેડૂતોને હજુ પણ મગફળી વેચાણના નાણા પણ પ્રાપ્ત થયા નથી...!!

ફરી ખરીદી શરૂ કરતા પહેલા અગાઉ ખરીદી કરી હોય તેના નાણા તો ચુકવવાના હોય અને પ્રશ્નો હલ કરવાના બદલે કોઇ જ જાતના આયોજન વગર માત્ર જાહેરાતો કરીને ખેડૂતોને દોડાદોડી કરાવતી સરકાર સામે ખેડૂતોમાં ઉગ્ર રોષ છે.

(11:37 am IST)