Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

જસદણઃ જીબીયાની હડતાલને ગુજરાત એનર્જી એમ્પ્લોયસ ટેકનિકલ એસોસીએશનનો ટેકો

જસદણ તા. ૮ :.. રાજય સરકાર હસ્તકની જીયુવીએનએલ અને તેની સંલગ્ન કંપનીમાં ફરજ બજાવતા તમામ ટેકનિકલ કર્મચારીઓનું અંદાજે ૭૦૦૦ કરતાં વધુ સભ્ય સંખ્યા ધરાવતું એસોસીએશન છે. અમારા ટેકનિકલ કર્મચારીઓને લગતા પ્રાણ પ્રશ્નોની રજૂઆત ગુજરાત એનર્જી એમ્પ્લોયસ ટેકનીકલ એસોસીએશન દ્વારા મેનેજમેન્ટ સમક્ષ અવાર નવાર રજૂઆત કરી નિવારણ કરવા માટે જાણ કરવામાં આવેલ છે. પરંતુ મેનેજમેન્ટ દ્વારા કોઇ કારણસર વર્ગ-૩ અને વર્ગ-૪ ના નાના ટેકનીકલ કર્મચારીઓની માગણીઓમાં ન્યાય મળ્યો નથી.

એસોસીએશનના પ્રમુખ ડો. જયનારાયણ વ્યાસની સુચના અને લેખિત પત્રના અનુસંધાને હાલમાં જીયુવીએનએલ. માં માન્યતા ધરાવતા જીઇબી એન્જીનીયર્સ એસોસીએશન જીબીયા દ્વારા હડતાળ નોટીસના માંગણીના મુદાઓ પગાર સુધારણા અને ભથ્થા મળવા રજાનું રોકડમાં લાભ, વિદ્યુત સહાયક પ્રથા બંધ કરવી અને નિમણુકની તારીખથી સીનીયોરીટી ગણવી., પે મેટ્રીકસ ૧૦ ને બદલે ૧૦૦ ગણવો, ફિલ્ડમાં ફરજ બજાવતા કર્મચારીઓને હાર્ડશીપ એલાઉન્સ મળવું. જાહેર અને અઠવાડીક રાજમાં ફરજ માટે પબ્લીક હોલિડે એલાઉન્સ સેવા નિવર્તી બાદ મેડીકલ લાભો, પેન્શન, યોજના, ગ્રેચ્યુઇટી લીમીટમાં વધારો, ટેકનીયકલ કર્મચારીઓને ફિલ્ડ એલાઉન્સ, સબ ડીવીઝન તથા ડીવીઝન કચેરીઓનું કચેરીઓનું સ્ટાફ સેટ અપ, ઓછા વ્યાજે ઉચ્ચ શિક્ષણ લોન, નિવૃતિ સમયે હકક રજાના પગાર પર ઇન્કમ ટેકસ માફી, સંસ્થાના અનુદાનથી સંચાલીત ઉચ્ચ અભ્યાસની કોલેજોમાં અગ્રતાક્રમે પ્રવેશ વગેરે મોટા ભાગના તમામ મુદાઓ જીયુવીએનએલ અને તેની સંલગ્ન કંપનીઓમાં ફરજ બજાવતાં અંદાજે પપ૦૦૦ કર્મચારીઓના પરીવારને લાગુ પડતાં અને લાભકર્તા છે. ગીતા એસોસીએશનના તમામ ટેકનીકલ સભ્યો જીબીયા સૈધ્ધાંતિક રીતે ટેકો આપેલ છે તેમ અંતમાં કે. કે. કારીયાએ જણાવ્યું છે.

(11:36 am IST)