Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

વડીયામાં પશુ અને શ્વાનમાં વિચિત્ર બીમારીઃ રૃંવાટી ખરી પડે અને મૃત્યુ પામે

વડિયા તા. ૮ : પશુ દવાખાના શોભાના ગાઠીયા સમાન જોવા મળી રહયા છે અને પશુ અને શ્વાનો સમયસર ઈલાજના અભાવે મૃત્યુ પામે છે.

અમરેલી જિલ્લામા ૩૩ પોઇન્ટ છે અને ડોકટરને ૧૩ છે તો એક એક ડોકટરને ૩ દવાખાનાનો ચાર્જ સોંપવામાં આવેલ છે. એક એક ગામમાં એક માલધારી ને ૨૦-૩૦ માલઢોર ના માલિકો છે તેમજ અન્ય ખેડૂતો પણ બળદ, ગાય ભેંશ જેવા માલઢોર ને બીમારી લાગુ પડતી હોય ત્યારે તેમજ તાત્કાલિક સારવારની જરૂર હોઈ તેવા સમયે વડિયાનું પશુ દવાખાનું બંધ જોઈ તેમજ ડોકટરના અભાવે અનેક માલઢોર મોતને ભેટી ચુકયા છે તો સત્વરે વડિયા પશુ દવાખાનું જે છેલ્લા બેક વરસથી શોભાના ગાઠીયા છે તે તાત્કાલિક ધોરણે શરૂ કરવા પશુ પાલકોની માગણી છે.

વડિયા શહેર અને આજુબાજુના ગામડાઓમા શ્વાનોમા કોઈ ભયંકર બીમારી વિચિત્ર જોવા મળી રહી છે ને શ્વાનોની રૃંવાટી ખરીને ખાવાનું બંધ ઙ્ગથઈ જાય છે માત્રને માત્ર પાણી પીવે છે ને વલખા મારતું નજરે પડે છે ને સડવા માંડે છે ને અમુક સમયમાં શ્વાન મૃત્યુ પામે છે.

વડિયા શહેરમાં લોકો આશ્ચર્ય મા પડયા છે કે શ્વાનોમાં ભંયકર બીમારી છે કે કોઈ વાઇરસ છે રોજ બરોજ શ્વાનો ૪ થી પાંચ મૃત્યુ પામે છે હવે માનવમા એ અચાનક તાવ, ઉધરસ, શરદી અને શરીર જકડાઈ જવાની બીમારીઓ જોવા મળી રહી છે લોકો મા ચર્ચાનો વિષય બન્યો છે કે શ્વાનો મા વાઇરસના લીધે માલઢોર અને પબ્લિક મા ઇન્ફેકશન લાગી રહ્યું છે.

(11:36 am IST)